By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    14 hours ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    14 hours ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    15 hours ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    15 hours ago
    ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
    15 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
    15 hours ago
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    15 hours ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    2 days ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    2 days ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    16 hours ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    2 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    3 days ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    4 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    1 week ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે માતાજીના મંદિરમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે માતાજીના મંદિરમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો
રાજકોટ

વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે માતાજીના મંદિરમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો

Khaskhabar Editor
Last updated: 2026/02/07 at 4:51 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
6 Min Read
SHARE

માતાજીને મારી પ્રાર્થના છે કે મને ભૂત બનાવજો : આપઘાત પૂર્વેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ : સ્યુસાઇડ નોટ આધારે પોલીસ દ્વારા તપાસ 

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વ્યાજખોરીનું દુષણ ડામવામાં પોલીસ સદંતર નિષ્ફ્ળ નીવડી હોય તેમ વધુ એક વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા યુવાને જીવાદોરી ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
રાજકોટમાં કેનાલ રોડ કેવડાવાડી પાસે લલુડી વોંકળી વિસ્તારમાં રહેતાં રિક્ષાચાલક યુવાન અમિતભાઇ અરવિંદભાઇ તન્ના ઉ.40એ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે વ્યાજખોરીમાં ફસાઇ જતાં ગોંડલ રોડ ફાટકવાળી મેલડી માતાજીના મંદિરમાં બેસી તેણે વિડીયો બનાવ્યા બાદ પગલુ ભર્યુ હતું. અમિતભાઇ તન્નાએ ગત સાંજે ઝેરી દવા પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું વહેલી સવારે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. પરિવારજનોએ મોબાઇલ ચેક કરતાં તેમાં વિડીયો મળ્યો હતો. તેમજ ખિસ્સામાંથી સ્યુસાઇડ નોટ પણ મળી હતી. અમિતભાઇના પત્નિ રૂપાબેન સહિતના સગા કુટુંબીઓએ જણાવ્યું હતું કે અમિતભાઇ તેના જ એક સમયના મિત્ર એવા જયદિપની પાસેથી 2018માં 1 લાખ રોકડા અને જયદિપના સગા પાસેથી મંડળીમાંથી 50 હજાર લીધા હતાં. તેનું મોટુ વ્યાજ ચુકવી દીધુ હતું, આમ છતાં આજ સુધી હજુ પણ વ્યાજ વસુલવામાં આવતું હતું. મોટી રકમના ચેકો લખીને કોર્ટમાં રજૂ કરી અમિતભાઇ ઉપર કેસ કરાયો હતો. હજુ પણ દરરોજ વ્યાજની ઉઘરાણી થતી હતી. અંતે તેમણે કંટાળી આ પગલુ ભર્યુ છે.બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે વિડીયો, સ્યુસાઇડ નોટના આધારે તપાસ શરૂ કરી છે મૃતક અમિતભાઇ પરિવારનો એકનો એક આધારસ્તંભ હતાં. તેમને સંતાનમાં ત્રણ વર્ષનો દિકરો છે. માતા-પિતા હયાત નથી. પોતે પત્નિ, દિકરા સાથે રહી રિક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. આ ઘટનાથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. અમિતભાઇના મોત માટે જવાબદાર સામે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગણી પરિવારજનોએ ઉચ્ચારી છે.

- Advertisement -

જયદિપ, હું અમિત તન્ના, ભૂત બનીને પણ મારો હિસાબ લેવા તારી પાસે આવીશ : સ્યુસાઇડ નોટ

સ્યુસાઇડ નોટમાં અમિતભાઇ તન્નાએ ‘ખાસ વાત’ સાથે લખ્યું છે કે-જયદિપ, હું અમિત તન્ના, ભૂત બનીને પણ મારો હિસાબ લેવા તારી પાસે ચોક્કસ આવીશ! બાપા સિતારામ, હું અમિત અરવિંદભાઇ તન્ના આજરોજ જે પગલુ ભરવા જઇ રહ્યો છું તેનો સંપૂર્ણપણ જવાબદાર વ્યક્તિ એટલે….જયદિપ. આ વ્યક્તિ હસ્તક મેં રિક્ષા લેવા માટે 2018માં તેના ઓળખીતા પ્રવિણભાઇ (મામા) પાસેથી 1 લાખ રોકડા અને 50 હજાર રૂપિયાની એમની મંડળીમાંથી લોન લીધી હતી. જે બાદ દર મહિને 1 લાખના 12 હજારના હપ્તા થઇને મારે જયદિપને 1.20 લાખ ચુકવવાના હતાં. મંડળી પેટે દર મહિને 2500 રૂપિયાનો હપ્તો ચુકવવાનો એવું નક્કી થયું હતું. જે મેં સમયસર 4 મહિના ચુકવેલ. એ અરસામાં મારા પપ્પાને 2018ના 10મા મહિનામાં કેન્સરનું નિદાન થયેલુ. 2019માં બીજા મહિનામાં મારા પપ્પાનું નિધન થયેલુ. આ દવાખાનાને પહોંચી વળવા માટે બજારમાંથી મેં પૈસા ઉપાડેલ હતાં. એ લોકોને બધાને ચુકવવા માટે મારાથી જયદિપના પૈસા ચુકવવામાં વહેલા મોડુ થવા લાગેલ અને બજારમાંથી લીધેલા 45000 કટકે કટકે ભાઇબંધ દોસ્તારને ચુકવતા ચુકવતા 2020માં લોકડાઉન થઇ ગયેલ. પછી મારી પૈસા ચુકવવાની હાલત હતી નહિ, એટલે જયદિપે એના મામાને પૈસા ચકુવી આપેલા એવું મને કહેલું. ત્યાર બાદ પૈસાની લેવડ-દેવડમાં મારે જયદિપ સાથે થોડુ મનદુ:ખ થઇ ગયુ હતું. પરિસ્થિતિ એવી આવી કે એણે 10 ટકા વ્યાજ લેવાનું ચાલુ કર્યુ, એ વ્યાજ એટલે 12250 રૂપિયા ફક્ત વ્યાજ, મુડીમાં જમા નહિ. એ 12225 દેવામાં મોડુ થયું તો 1225 રૂપિયા એનું પણ વ્યાજ મારી પાસેથી લીધેલ. ખરેખર છેલ્લે હું પહોંચી ના શક્યો તો એણે મારી લીધેલી રિક્ષા પણ જમા લઇ લીધી. છતાં 2020માં એણે મારો 2,07,000 રૂપિયાનો ચેક લખી અને એના મામાએ એની મંડળીના 70,000 ભરેલો ચેક નાંખી દીધો અને હવે મારે એને પૈસા ચુકવવા જ પડશે એવી ધમકીથી કંટાળી ગયો છું જ્યારે લીમડા ચોક ટી પોસ્ટ ઉપર સમાધાન માટે બોલાવેલ ત્યારે એણે મને કહેલુ કે-તું દવા પી જા એટલે કામ પતે અને તું દવા પી જા એટલે આ જજ સાહેબ જ મને જામીન આપી દેશે. મારે તો ખાલી કાગળ જ છાપવાનો છે, ડીશ કેબલનો ધંધો છે. હવે હું આને પહોંચી શકું એમ છું નહિ, માટે 7/2/26 કોર્ટની તારીખ છે, મેં એને 5/2/26ના બપોરના સમયે ફોન કર્યો તો તેણે મારી પાસે ત્રીસ હજારની માંગણી કરી. મેં કહ્યું મારી પાસે પંદર હજાર જેવી સગવડતા છે તો કહે નહિ હાલે પૈસા પુરા જોશે. જ્યારે ખરેખર મરતો માણસ ખોટુ ના બોલે, મેં આના અને એના મામાના પુરેપુરા પૈસા ચુકવી આપેલ છે અને આણે મારી પાસે કેટલુ વ્યાજ લીધુને ઇ તો હવે મને પણ યાદ નથી! એટલે આજે દવા પીને મારા જીવનનો અંત આણવા મને મજબૂર કરનાર આ એક જ વ્યક્તિ છે જયદિપ. કોર્ટ કાયદા પ્રસાશન અને પોલીસને એક સવાલ છે કે શું ચેક આપવા વાળો માણસ હમેંશા ખોટો જ હોય અને ઇમાનદારીથી પૈસા જમા ન કરાવ્યા હોય અને ચેક લખીને નાખી દેનાર જ સાચો હોય? બને તો આ વાત વિશે વિચારજો અને જો હું મરી જાઉ તો મને ન્યાય અપાવજો. બસ એ જ અને આ આખી વાત મારા બાપા સિતારામને સાક્ષી રાખીને કહુ છું, આમા એક પણ શબ્દ ખોટો નથી. લી. અમિત અરવિંદ તન્ના.

You Might Also Like

જનતા વચ્ચે રહી કામ કરવું કોંગ્રેસની પરંપરા : શહેર પ્રમુખ ડૉ.રાજદીપસિંહ

PM મોદી આજે સાણંદમાં સેમિક્ધડક્ટર ATMP સુવિધાનું ઉદ્દઘાટન કરશે

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ 2.5 લાખની લાંચ લીધી હોવાનો સહદેવસિંહ જાડેજાનો આરોપ

સ્માર્ટફોનના વ્યસન પર બનેલી શોર્ટ ફિલ્મ ‘ફોન સ્માર્ટ, નોટ મેન’ને પ્રથમ પુરસ્કાર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેશમાં 3135 અને ગુજરાતમાં 358 પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર બંધ થઇ ગયા!
Next Article સુરેન્દ્રનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 539 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
આંતરિક સુંદરતા
શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ
બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ
મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ
લીમડીના છાલીયાપરામાં જર્જરિત દીવાલ ધરાશાયી: 4નો બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જનતા વચ્ચે રહી કામ કરવું કોંગ્રેસની પરંપરા : શહેર પ્રમુખ ડૉ.રાજદીપસિંહ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

PM મોદી આજે સાણંદમાં સેમિક્ધડક્ટર ATMP સુવિધાનું ઉદ્દઘાટન કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

રાજકોટ શહેર કૉંગ્રેસ દ્વારા મેયર બંગલા ખાતે વિરોધ પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?