પાટડી સેવા સદન ખાતે ઘર ઘર તિરંગાની માનવ સાંકળથી મનોરમ્ય દ્રશ્ય સર્જાયું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વિવિધ ગામોમાં તિરંગા યાત્રા નીકળ્યા બાદ દસાડા તાલુકાના મુખ્ય મથક પાટડી ખાતે ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી. આ ઉપરાંત પાટડી સેવા સદન ખાતે હર ઘર તિરંગા થીમ પર માનવ સાંકળ રચવામાં આવી હતી. જેના આકાશી દ્રશ્યોથી આહલાદાયક દ્રશ્ય સર્જાયું હતું. દસાડા તાલુકામાં આસિસ્ટન્ટ કલેકટર જયંતસિંહ રાઠૌરના માર્ગદર્શન હેઠળ સમગ્ર તાલુકાના વિવિધ સરકારી વિભાગો, રાજકીય આગેવાનો તેમજ લોકો સહુ સાથે મળી સંકલન કરીને દસાડા તાલુકાના વિવિધ ગામોમાં વિવિધ કાર્યક્રમો જેવાકે, ચિત્ર સ્પર્ધા, રંગોલી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વિવિધ સરકારી ભવનોની રોશની, સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.