રાજકોટના ટ્રાફિક સિગ્નલ પર ’જઝઘઙ’ તો દેખાય છે, પણ સમય નથી દેખાતો
નિયમ માત્ર નાગરિક માટે, શું તંત્ર ’જઝઘઙ’ છે, જવાબદારી નથી ?
- Advertisement -
ટ્રાફિક નિયંત્રણ માટે કરોડો રૂપિયાનું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું પરંતુ મૂળભૂત સુવિધામાં ખામી
ટ્રાફિક વ્યવસ્થા માત્ર મેમો આપવાથી સુધરતી નથી, અસરકારક પગલાં પણ એટલા જ જરૂરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં ટ્રાફિક નિયંત્રણ માટે કરોડો રૂપિયાનું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે, છતાં આજે પણ અનેક ટ્રાફિક સિગ્નલ પર મૂળભૂત સુવિધાની ખામી લોકો માટે માથાનો દુખાવો બની છે. શહેરના મોટાભાગના વ્યસ્ત ચોક પર ટ્રાફિક સિગ્નલમાં ટાઇમર દેખાવાની જગ્યાએ માત્ર જઝઘઙ લખાણ જ દ્રશ્યમાન થાય છે. પરિણામે વાહનચાલકોને કેટલા સેક્ધડ સુધી ઊભા રહેવાનું છે તેની કોઈ જાણ ન રહેતી હોવાથી મોટાભાગે લોકો વાહન ચાલુ જ રાખે છે. આ સ્થિતિ સીધી રીતે વાયુ પ્રદૂષણમાં વધારો કરે છે તેમજ પેટ્રોલ-ડિઝલ જેવા કિંમતી ઇંધણનો બગાડ થાય છે. ખાસ કરીને બે વ્હીલર અને ઓટો-રિક્ષા ચાલકો વાહન બંધ ન કરતા લાંબા સમય સુધી એક જ જગ્યાએ ધુમાડો ફેલાય છે, જે આસપાસ ઉભેલા નાગરિકોના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક સાબિત થાય છે.
ટ્રાફિક સિગ્નલ પર ટાઇમર ન દેખાવાની ફરિયાદો વચ્ચે ખાસ ખબર ન્યૂઝની ટીમ દ્વારા શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારોમાં પહોંચી હતી. ટીમે ઢેબર રોડ, હનુમાન મઢી, રૈયા ચોકડી અને ત્રિકોણ બાગ ચોક પર તપાસ કરતાં સ્પષ્ટ થયું કે અહીંના સિગ્નલ પર સમય દર્શાવતી ડિજિટલ ગણતરી બંધ હાલતમાં છે અને માત્ર જઝઘઙ લખાણ જ દેખાય છે. આ દ્રશ્યો કેમેરામાં પણ કેદ કરવામાં આવ્યા છે. સ્થાનિક વાહનચાલકોનું કહેવું છે કે જો ટાઇમર ચાલતું હોત તો તેઓ નિશ્ચિત સમય માટે વાહન બંધ કરી શકત, જેથી ઇંધણ બચત સાથે પ્રદૂષણ પણ ઘટત. લોકોમાં એવી પણ ચર્ચા ઉઠી છે કે ટ્રાફિક વ્યવસ્થા માત્ર મેમો આપવાથી સુધરતી નથી, પરંતુ સિગ્નલ, માર્ગ અને વ્યવસ્થાપન તંત્ર યોગ્ય રીતે કાર્યરત હોવું જરૂરી છે.
ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સમયાંતરે વાહનચાલકો સામે કાર્યવાહી થાય છે, પરંતુ બીજી તરફ સિગ્નલ જેવી આવશ્યક વ્યવસ્થા ખામીયુક્ત રહે તે ન્યાયસંગત નથી. શહેરમાં હજુ પણ અનેક એવા ચોક છે જ્યાં આ સમસ્યા યથાવત છે. હવે પ્રશ્ર્ન એ ઊભો થાય છે કે શું ટ્રાફિક શિસ્તની જવાબદારી માત્ર નાગરિકોની છે? કે પછી ટ્રાફિક પોલીસ અને આરટીઓએ પણ તાત્કાલિક અસરકારક પગલાં લઈ તમામ સિગ્નલ પર કાર્યરત ટાઇમર સુનિશ્ચિત કરવા જોઈએ? શહેરના જાગૃત નાગરિકો હવે આ મુદ્દે તાત્કાલિક નિરાકરણની માંગ ઉઠાવી રહ્યા છે.



