ટાઈમ મેગેઝીને તેના વર્ષ 2025ના પર્સન ઓફ ધ યર તરીકે “આર્કિટેક્ટ્સ ઓફ AI”ને પસંદ કર્યા છે.
વિખ્યાત ટાઈમ મેગેઝીને પર્સન ઓફ ધ યર માટે આર્કિટેક્ટ્સ ઓફ યરના નામની જાહેરાત કરી હતી. કોઈ એક વ્યક્તિને બદલે મેગેઝીને એઆઈની દુનિયા સર્જનારા ટેકનોક્રેટ્સને આ ક્રેડિટ આપી હતી. ટાઈમ મેગેઝીને એઆઈ અને માણસ વચ્ચે ચાલી રહેલી કશ્મકશને બતાવવા માટે બે કવર પેજ પણ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. એક કવર પેજ 1932ની ખૂબ જ જાણીતી તસવીરનું રીક્રિએશન છે, તો બીજું કવર પેજ એઆઈનો વધતો વ્યાપ બતાવે છે.
- Advertisement -
કવર પેજમાં AI અગ્રણીઓના સ્થાપકોને સ્થાન
ટાઈમ મેગેઝીને 2025ના વર્ષ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ ટેકનોલોજીના મહત્ત્વને સ્વીકારીને આ ટેકનોલોજી સર્જનારા ટોચની કંપનીઓના સ્થાપકોને કવર પેજમાં સ્થાન આપ્યું છે. એમાં ચેટજીપીટી બનાવનારી કંપની ઓપનએઆઈના સ્થાપક સેમ ઓલ્ટમેન, ‘X’ પ્લેટફોર્મ અને ગ્રોકના ઈલોન મસ્ક, માર્ક ઝકરબર્ગ, ડીપમાઈન્ડ ટેકનોલોજીના ડેશિસ હસબિસ, એન્થ્રોપિક ડારિયા મોડે સ્ટેન્ડફોર્ડ હ્યુમન સેન્ટર્ડ એઆઈ ઈન્સ્ટિટયૂટ ફીફીલી અને એડવાન્સ્ડ માઈક્રો ડિવાઈસીસના લિસા સૂનો સમાવેશ થાય છે.
ટાઈમ કવર: 20મી સદીની પોપ્યુલર તસવીરનું રીક્રિએશન
- Advertisement -
આ આઠ ટેકનોક્રેટ્સને 1932ની શ્રમિકોની તસવીરની સ્ટાઈલમાં રીક્રિએટ કરીને એક મોટા પીલર પર અદ્ધર બેસાડાયા છે. નીચે ઈમારતી દેખાય છે. 1932માં લેવાયેલી એક તસવીર ખૂબ જાણીતી છે. કામદારો બ્રેકના સમયમાં ઊંચા થાંભલા પર બેસીને ગપ્પાં મારી રહ્યા છે. એ તસવીર 20મી સદીની ખૂબ જ પોપ્યુલર તસવીરોમાં સ્થાન પામે છે. ટાઈમ મેગેઝીનનું આ કવર પેજ ડિજિટલ આર્ટિસ્ટ જેસન સીલરે બનાવ્યું છે.
ટાઈમ મેગેઝીને આ વર્ષે બે કવર પેજ બનાવ્યા
આ વર્ષે ટાઈમે એકને બદલે બે કવર પેજ બનાવ્યા છે. બીજું ટાઈટલ પેજ ગ્રાફિક્સ એનિમેટર પીટર ક્રોથરે બનાવ્યું છે. એમાં કોઈ ઈમારત બનતી હોય એ અંદાજમાં એઆઈનું નિર્માણ બતાવાયું છે. એમાં એઆઈ ટેકનોલોજીના દિગ્ગજોને એઆઈનું ફ્રેમવર્ક કરતાં દર્શાવાયા છે. ટાઈમ મેગેઝીને પોસ્ટમાં લખ્યું હતું વિચારશીલ મશીનનો યુગ લાવવા માટે, માનવજાતને આશ્વર્યચકિત કરવા માટે, વર્તમાન યુગને બદલવા માટે અને શક્યતાને પાર કરવા માટે ટેકનોલોજી વિકસાવનારા એઆઈ આર્કિટેક ટાઈમ પર્સન ઓફ ધ યર-2025.
આ વર્ષે ટાઈમ પર્સન ઓફ ધ યર બનવા માટે નવા બનેલા પોપ લીઓ, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, ન્યૂયોર્કના મેયર ઝોહરાન મામદાની વગેરે મુખ્ય દાવેદારો હતા.




