હિન્દુ અગ્રણી ચમનભાઈ સિંધવનો આવતીકાલે તા. ર૪/૬/ર૧ નાં રોજ જન્મદિવસ છેે
👉 તેઓ પર વર્ષ પૂર્ણ કરી પ૩ માં વર્ષમાં પ્રવેશ કરનાર છે.
👉 મુળવતન સુરેન્દ્રનગર જીલ્લાનાં પાટડી તાલુકાનાં ગવાણા ગામનાં વતની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં બાલ્યકાળથી સ્વયંસેવક વર્ષોથી વિશ્વ હિન્દુ પરિષદ – મહાનગર – વિભાગ પ્રાંતની વિવિધ જવાબદારીઓ સંભાળેલ હતી.
👉 રાજકોટમાં નિકળતી જન્માષ્ટમીની યાત્રાને રાજકોટ થી ગુજરાત – દેશવિદેશમાં પ્રસ્થાપિત કરવામાં તેમનું મહત્વનું યોગદાન રહેલ સાથોસાથ ર૧ વર્ષથી સંપૂર્ણ યાત્રાની જવાબદારી તેમજ રાજકોટમાં અનેક યાત્રાઓ જેવી કે હનુમાન જયંતિયાત્રા-જલારામ યાત્રા-રામનવમી યાત્રા-વેલનાથ યાત્રા-ગેો યાત્રા-વી.વાય.ઓ. ની યાત્રા વિવિધ યાત્રા ની સફળતાપૂર્વક જવાબદારીઓ સંભાળેલ હતી.
- Advertisement -
👉છેલ્લા ૧ર વર્ષ થી જગન્નાથજી ભવ્યાતિભવ્ય રથયાત્રાનું આયોજન સંભાળતા આવ્યા છે.
👉તેમણે અનેક ધાર્મિક સામાજીક-હિન્દુ જાગૃતિનાં વિવિધ કાર્યક્રમો – આંદોલનોનું પણ સુકાન સંભાળેલ છેે.
👉આ સિવાય નાગરીક બેંકની સમિતિમાં પણ તેઓ કમિટિ મેમ્બર તરીકે કાર્યરત છે.
👉તેમને શંખેશ્વર પાશ્ર્વનાથ ભગવાન ઉપર ભારોભાર શ્રધ્ધા છે.
👉શંખેશ્વર થી ર૪ કી.મી. ગવાણા ગામે ર૦૧પ થી પોતાના રાજશકિત બંગલામાં દર વર્ષે રપ૦ થી ૩૦૦ જેટલા જૈન સાધુ ભગવંતો ના ઉતારા માટે તેમના દવારા વ્યવસ્થા કરી આપવામાં આવેલ છે.
👉 આ શુભદીને તેમનાં જન્મદિવસ નિમિતે આર.એસ.એસ. નાં અગ્રણીઓ, વિશ્વ હિન્દુ પરિષદ અગ્રણીઓ સમાજનાં અગ્રણીઓ દવારા તેમનાં મોબાઈલ નંબર ૯૪ર૮ર૦૦૧૦૯ ઉપર શુભેચ્છાવર્ષા થઈ રહી છે.