ચીનમાં ડેટા ટ્રાન્સફર મામલે TikTok પર EUનો €530 મિલિયનનો દંડ
EU ગોપનીયતા નિયમોનું ઉલ્લંઘન કરીને ચીનમાં ડેટા ટ્રાન્સફર કરવા બદલ TikTokને $600 મિલિયનનો દંડ ફટકારવામાં આવ્યો છે.
- Advertisement -
આઇરિશ ડેટા પ્રોટેક્શન કમિશન (DPC)એ શુક્રવારે જણાવ્યું હતું કે TikTok એ યુરોપિયન યુઝર ડેટા ચીનમાં ટ્રાન્સફર કરવા પર બ્લોકના GDPR ડેટા પ્રોટેક્શન કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.
નિયમનકારે TikTok ને છ મહિનાની અંદર તેના ડેટા પ્રોસેસિંગને પાલનમાં લાવવાનો આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે જો તે સમયસર આવું નહીં કરે તો તે TikTokના ચીનમાં ટ્રાન્સફરને સ્થગિત કરશે.
પશ્ચિમી નીતિ નિર્માતાઓ અને નિયમનકારો ચિંતિત છે કે TikTok દ્વારા યુઝર ડેટા ટ્રાન્સફર કરવાથી બેઇજિંગ એપ દ્વારા યુઝર્સની જાસૂસી કરવા માટે ડેટાનો ઉપયોગ કરી શકે છે.
- Advertisement -
યુઝર ડેટા ચીનને મોકલવા બદલ આયર્લેન્ડના ગોપનીયતા નિયમનકાર દ્વારા TikTok પર 530 મિલિયન યુરો ($601.3 મિલિયન)નો દંડ ફટકારવામાં આવ્યો છે.
યુરોપિયન યુનિયનના પ્રાઇવસી નિયમનકારે ટિકટોકને 530 મિલિયન યુરો ($601.3 મિલિયન)નો દંડ ફટકાર્યો છે. નિયમનકારે ટિકટોક સામે ચાર વર્ષની તપાસ પછી આ દંડ ફટકાર્યો છે. તેનું તારણ છે કે વીડિયો શેરિંગ એપ ડેટા ચીન ટ્રાન્સફર કરે છે. આ EUના ડેટા પ્રાઇવસીના ચુસ્ત નિયમોનો ભંગ કરે છે. આયરલેન્ડ ડેટા પ્રોટેકશન કમિશને ટિકટોકને યુઝર્સ અંગે પારદર્શક રહ્યું નથી તેમ જણાવ્યું હતું.
આયરલેન્ડ ડેટા પ્રોટેકશન કમિશને આયરલેન્ડમાં ટિકટોક સામેની તપાસની આગેવાની સંભાળી હતી. 27 દેશોના EU બ્લોકમાં આયરલેન્ડમાં આઇરિશ નેશનલ વોચડોગ યુરોપીયન નિયમનકારના નેજા હેઠળ કામગીરી કરે છે. ટિકટોકનું યુરોપીયન હેડક્વાર્ટર આયરલેન્ડના ડબ્લિનમાં છે.
ડેપ્યુટી કમિશ્નર ગ્રેહામ ડોઇલે જણાવ્યું હતું કે ટિકટોક યુરોપીયન યુઝર્સના ડેટાની ચકાસણી, ગેરંટી દર્શાવવામાં નિષ્ફળ ગયું હતું. તેના યુરોપીયન ગ્રાહકોનો ડેટા ચીનમાં રહેતો તેનો સ્ટાફ રિમોટલી મેળવી શકે છે. ટિકટોકે જણાવ્યું હતું કે તે આ નિર્ણય સાથે સંમત નથી અને તેની સામે અપીલમા જવાનુ આયોજન ધરાવે છે. કંપનીએ જણાવ્યું હતું કે આ નિર્ણય મે 2023ના પૂરા થયેલા પસંદગીના સમયગાળાને ધ્યાનમાં લઈ લેવાયો છે અને તેના પછી ડેટા લોકલાઇઝેશન પ્રોજેક્ટ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
કંપનીએ જણાવ્યું હતું કે આ હકીકત એ છે કે ઉદ્યોગમાં બીજે ક્યાંય ન હોય તેવા આકરા ડેટા પ્રોટેકશન કાયદા છે. તેમા અગ્રણી યુરોપીયન સાઇબર સિક્યોરિટી ફર્મ એનસીસી ગુ્રપના ટિકટોકના પબ્લિક પોલિસીના યુરોપીયન હેડ ક્રિસ્ટિન ગ્રાહને જણાવ્યું હતું કે આ નિર્ણય ડેટા સિક્યોરિટીના પગલાને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે. ટિકટોકની પેરેન્ટ કંપની બાઇટડાન્સ ચીનમાં છે. તે યુરોપમાં છેલ્લા કેટલાક સમયથી યુઝર્સન સંપત્તિઓની માહિતી અને ડેટા પહોંચાડતા હોવાથી ચીનમાં આ વિવાદ વકરે તેમ છે. હવે યુરોપ સમક્ષ સવાલ એ છે કે તે આ બાબતને હવે કેવી રીતે પહોંચી વળશે.
આઇરિશ નિયમનકારે જણાવ્યું હતું કે ટિકટોક ચીનના સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવતા સંભવિત એક્સેસને લઈને જવાબ આપવામાં નિષ્ફળ ગયું છે. આમ કંપની યુરોપીયન યુઝર્સનો ડેટા ચીનના સત્તાવાળાઓને કઈ રીતે એક્સેસ થઈ શકે તે સમજાવવામાં નિષ્ફળ ગઈ છે.