22 જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે અયોધ્યા આવનાર VVIP લોકોને પસંદગીના પોલીસ કર્મચારીઓની 45 ટીમો નજીકથી સુરક્ષા પૂરી પાડશે.
અયોધ્યામાં 22 જાન્યુઆરી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ કાર્યક્રમની અંતિમ ચરણની કામગીરી થઈ રહી છે. સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે અને આમંત્રણ પત્રો પણ મોકલવામાં આવ્યા છે. હવે દેશભરના રામ ભક્તો બસ એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે રામ મંદિરમાં રામલલાના અભિષેક થશે અને ભગવાન રામના દર્શન થાય.
- Advertisement -
22 જાન્યુઆરીના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે અયોધ્યા આવનાર વીવીઆઈપી લોકોને પોલીસકર્મીઓની 45 ટીમ સુરક્ષા પ્રદાન કરશે. એ વાત તો આપણે બધા જાણીએ જ છીએ કે રામ લાલાના અભિષેકમાં સામેલ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર પણ પહોંચવાના છે. આવી સ્થિતિમાં પ્રોટોકોલ મુજબ તેમની સુરક્ષા કરી રહેલ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપની ટુકડી પણ અયોધ્યા પહોંચી ગઈ છે અને સુરક્ષા વ્યવસ્થા કરવા લાગી છે.
પસંદગીના પોલીસ કર્મચારીઓની 45 ટીમો અયોધ્યા આવનાર VVIP લોકોને નજીકથી સુરક્ષા પૂરી પાડશે અને આ વિશે વાત વાત કરતાં એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ’22 જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ સુરક્ષા સમૂહ (SPG) સિવાય કોઈ પણ અયોધ્યામાં કોઈ વર્ગીકૃત સુરક્ષા અથવા ખાનગી સુરક્ષાને મંજૂરી આપવામાં આવશે નહીં.’
મળતી માહિતી અનુસાર આ પોલીસકર્મીઓ ફૉર્મલ કપડાં પહેરીને VVIP લોકો પાસે તૈનાત રહેશે. જણાવી દઈએ કે આ સમારોહમાં ટોચના ઉદ્યોગપતિ, ખેલાડીઓ, ફિલ્મ સ્ટાર અને ઘણા નેતાઓ સહિત મીડિયાને આમંત્રણ આપવામાં આવ્યું છે.
- Advertisement -
હાલ 33 જિલ્લાના પોલીસકર્મીઓ અયોધ્યાની સુરક્ષા માટે તૈનાત છે. હાલ આ દરેક ટીમમાં પાંચ સબ-ઇન્સ્પેક્ટર અને એક નાયબ પોલીસ અધિક્ષકનો સમાવેશ થશે. 33 જિલ્લાઓ અને પોલીસ કમિશનરેટમાંથી પસંદ કરાયેલા યુવા સબ-ઇન્સ્પેક્ટરોની 60 વધુ ટીમોને એરપોર્ટ જેવી સર્ચ ડ્યુટી માટે તૈનાત કરવામાં આવશે.