ખાસ-ખબર સંવાદદાતા
કોડીનાર બેઠક ભાજપ માટે ખુબ અગત્ય ની છે ત્યારે શિક્ષિત અને તબીબ વ્યવસાય સાથે સંકળાયેલ ડો.પ્રદ્યુમન વાજાને ટિકિટ આપીને માસ્ટર કાર્ડ ખેલ્યું છે મુળ કોડીનાર તાલુકાના સરખડી ગામના વતની હાલ અમદાવાદ ખાતે ડોક્ટર ના વ્યવસાય સાથે સંકળાયેલા ડો.પ્રદ્યુમન વાજા પેઢી દર પેઢી થી શિક્ષિત પરિવાર માંથી આવે છે તેમના દાદા માયા માસ્તર, હુલામણા નામ થી જાણીતા માયાભાઈ ગાયકવાડ સરકાર માં હેડ માસ્તર (શિક્ષક) હતા અને રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ (આર.એસ એસ) સાથે જોડાઈ શાખા થી લઇ પ્રાંત સુધી ની વિવિધ જવાબદારીઓ સંભાળી હતી અને અનેક સેવાકીય પ્રવૃતિઓ માં સહકાર આપેલ છે હાલ વર્તમાન માં ભારતીય જનતા પાર્ટી માં અનુસૂચિત જાતિ મોર્ચાનાં પ્રદેશ અધ્યક્ષ તરીકે સફળ રીતે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. અને પોતે તેમના કાર્યકાળ માં અનુસૂચિત જાતિ મોર્ચાને એક નવી ઉચાઈ પર પોહચાડી સમાજ ના લોકો ની રજૂઆતો ને યોગ્ય રીતે સરકાર સમક્ષ સફળતા પૂર્વક પોહચડી છે કોડીનાર સીટ પર ભાજપ માંથી ઘણા લોકોએ ટિકિટની દાવેદાર કરી હતી કરી પણ પાર્ટી એ કાર્ય માટે સક્ષમ અને સંગઠનમાં સતત પ્રવૃત્તિશીલ એવા કોડીનાર તાલુકાના વતની ડો.પ્રદ્યુમન વાજાને ટિકિટ આપી.