આપણાં ઉપનિષદોમાં શાંતિ પાઠને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. કોઇ પણ શુભ કાર્યની શરૂઆત ઉપરાઉપરી ત્રણ વાર ’ૐ શાંતિ: શાંતિ: શાંતિ:’ આ સૂત્રનું ઉચ્ચારણ કરીને કરવામાં આવે છે. એક જ શબ્દસમૂહનું ત્રણ વાર પુનરાવર્તન કરવાનું શું કારણ?
કોઇ પણ શબ્દસમૂહને ત્રણ વાર ઉચ્ચારવાથી એનો અર્થ અને ઉપયોગિતા સિદ્ધ થાય છે. ઉપરાંત મનુષ્યના જીવનમાં વ્યાપ્ત ત્રણ પ્રકારની અશાંતિઓને સમાવવા માટે ત્રણ વાર શાંતિ પાઠ કરવો જરૂરી છે.
- Advertisement -
પ્રથમ અશાંતિ શરીરના રોગોથી જન્મેલી હોય છે માટે શરીરને નિરોગી અને સ્વસ્થ બનાવવા માટે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ.
દ્વિતીય અશાંતિ મનમાં ખોટા વિચારોના કારણે જન્મે છે. પ્રભુને પ્રાર્થના કરીએ કે આપણા દુર્ગુણને દૂર કરી અને સદ્ગુણની સ્થાપના કરે. તમોગુણ અને રજોગુણ શમાવીને મનને સાત્વિકતાથી ભરી દીધાં પછી માનસિક શાંતિ મળી શકે.
તૃતીય અશાંતિ કૌટુંબિક, સાંસારિક, સામાજિક, ભૌગોલિક અને પ્રાકૃતિક ઘટનાઓમાંથી જન્મે છે. કર્કશ જીવનસાથી, અસંસ્કારી સંતાનો, ઝઘડાખોર પડોશીઓ, ધરતીકંપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને મોટાં યુદ્ધો; આ બધાંમાંથી જન્મતી અશાંતિને શમાવવા માટે ત્રીજી વાર શાંતિ પાઠનું ઉચ્ચારણ કરવામાં આવે છે.
- Advertisement -
રોજ સવારે જાગીને પહેલું કામ શાંતિ પાઠનો ઉદ્દેશ સમજીને એનું ઉચ્ચારણ કરવાનું કરજો. આખા દિવસ દરમિયાન એનો પ્રભાવ અનુભવાશે.