નવી સરકારની ગઠન પ્રક્રિયા પુર્વે જ બનાવથી સુરક્ષાતંત્ર એલર્ટ: ઘનિષ્ઠ પુછપરછ
સંસદની સુરક્ષાને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સંસદના સંકુલમાં નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરીને ઘૂસણખોરી કરી રહેલા ત્રણ મજૂરોની CISF દ્વારા ધરપકડ કરાઈ છે.
- Advertisement -
તમને એ ઘટના તો યાદ હશે જ, જ્યારે કેટલાક યુવાનો સંસદમાં ઘૂસી ગયા હતા, અને સંસદમાં કલરનો સ્પ્રે કર્યો હતો. આ ઘટના બાદ સંસદની સુરક્ષા વધુ મજબૂત કરાઈ હતી. પરંતુ આજે સવારે બનેલી એક ઘટનામાં સંસદની સુરક્ષામાં છીંડા હોવાનું સામે આવ્યું છે. કેન્દ્રમાં નવી સરકારના ગઠન પુર્વે આજે સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએની બેઠક બોલાવવામાં આવી હતી. સંસદની સુરક્ષા કરી રહેલા CISFના જવાનો દ્વારા ત્રણ મજૂરોની ધરપકડ કરવામાં આવી. આ ત્રણેય મંજૂરો નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરીને સંસદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
જાણો શું હતી સમગ્ર ઘટના ?
4 જૂને સંસદ ભવનના ફ્લેપ ગેટ પર CISF જવાનો રૂટિન પાસ ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન CISFના જવાનોએ 3 મજૂરો કાસિમ, મોનિસ અને શોએબને પકડ્યા હતા. આ ત્રણેય વ્યક્તિઓ નકલી આધાર બતાવીને PHCમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું કે, તેઓને ડીવી પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા કામ પર રાખવામાં આવ્યા હતા અને તેઓ આઈજી 7માં MPની લોન્જના બાંધકામમાં રોકાયેલા હતા. ત્રણેય મજૂરોને વધુ તપાસ માટે સંસદ માર્ગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા.
- Advertisement -
જવાનોને કાર્ડ શંકાસ્પદ જણાયા અને પછી……
આ ઘટના બાદ ત્રણેય લોકો પર બનાવટી અને છેતરપિંડી સંબંધિત ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. ત્રણેય તેમના આધાર કાર્ડ બતાવીને સંસદ સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને આ દરમિયાન CISF જવાનોને તેમના કાર્ડ શંકાસ્પદ જણાયા હતા. ત્યાર બાદ જ્યારે આધાર કાર્ડની તપાસ કરવામાં આવી ત્યારે તે નકલી હોવાનું જાણવા મળ્યું હતું
પોલીસ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ શરૂ
આ ત્રણ ઇસમો ઝડપાયા બાદ સંસદ ભવનની સુરક્ષા માટે તૈનાત અન્ય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા અને તેમની પૂછપરછ કરી. તપાસ દરમિયાન એ વાત સામે આવી કે, ત્રણેયને ડીવી પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા નોકરીએ રાખવામાં આવ્યા હતા. તેઓ આઈજી 7માં MP લોન્જના બાંધકામમાં રોકાયેલા હતા. ત્રણેયએ ક્યારે, ક્યાં અને કેવી રીતે આધાર કાર્ડ બનાવ્યું તેની તપાસ કરવામાં આવી રહી છે. ઉતરપ્રદેશના અમરોહા રહેવાસી કાસીમ નામના શખ્સે મોનીશ નામની વ્યક્તિના આધારકાર્ડનો ઉપયોગ કરીને સંસદ સંકુલમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો. ત્રણેય શખ્સો એક જ વ્યક્તિના આધારકાર્ડ સાથે સંસદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસ દ્વારા આઈપીસી કલમ 419, 465, 468 અને 471 હેઠળ ગુન્હો દાખલ કરીને ત્રણેયની ધરપકડ કરી છે.