મોબાઇલ ફોન વિનાના ડર (નોમોફોબિયા)નું માપન: મનોવિજ્ઞાન ભવનની દેસાઈ ઉન્નતિ, બેડીયા નેહા અને અઘેરા હિતેશ્રીએ નોમોફોબિયા માપન કરતી નવી મનોવૈજ્ઞાનિક કસોટીની રચના કરી
યુવાનો અને સ્માર્ટફોન પર વધુ નિર્ભર રહેતા વયસ્કોમાં નોમોફોબિયાનું સ્તર માપવા માટે ડિઝાઇન કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના ના સંશોધકોની ટીમે (દેસાઈ ઉન્નતિ, અઘેરા હિતેશ્રી અને બેડીયા નેહા)એ આધુનિક યુગના વ્યાપક માનસિક સ્વાસ્થ્ય પડકાર નોમોફોબિયા (નો-મોબાઇલ-ફોન ફોબિયા)ના સચોટ માપન માટે એક નવી અને પ્રમાણિત મનોવૈજ્ઞાનિક કસોટી (Psychological Scale) સફળતાપૂર્વક વિકસાવી છે. આ કસોટી પ્રો.ડો. જોગસણ અને ડો. દોશીના માર્ગદર્શનમાં રચના કરવામાં આવી. ડો. જોગસણએ જણાવ્યું હતું કે: નોમોફોબિયા હવે એક સામાન્ય ચિંતાનો વિષય બની ગયો છે, જે યુવા પેઢીના માનસિક સ્વાસ્થ્ય અને દૈનિક કાર્યક્ષમતાને અસર કરી રહ્યો છે.
અમારી આ નવી કસોટી માત્ર ડરની તીવ્રતાને માપવામાં જ નહીં, પરંતુ વ્યક્તિગત સ્તરે આ ફોબિયાના મૂળભૂત કારણોને સમજવામાં પણ મદદ કરશે. આનાથી અમે સમયસર અસરકારક ઉપચાર પદ્ધતિઓ વિકસાવી શકીશું.



