શહેરને ડ્રગ્સ મુક્ત કરવાં SOG મેદાને
દરોડામાં ત્રણ શખ્સો અને પ્રતિબંધિત વેપ સાથે વેપારી ઝડપાયો
જંગલેશ્ર્વરમાંથી 5.18 લાખના ગાંજા સાથે બે પેડલર ઝડપાયા
PI એસ.એમ. જાડેજા તથા PSI એન.વી.હરીયાણીના માર્ગદર્શન હેઠળ SOGની કામગીરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટને ડ્રગ્સ મુક્ત કરવા નો ડ્રગ્સ ઈન રાજકોટના નેજા હેઠળ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગરીયા, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઈમ ભરત બસિયાના માર્ગદર્શન હેઠળ એસઓજીની નવી ટીમ મેદાનમાં આવી છે અને પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરીમાં એક બાદ એક દરોડા પાડી પેડલરોની કમ્મર તોડી નાંખી છે.
ત્યારે વધુ ત્રણ દરોડા પાડી ત્રણ શખ્સોને ગાંજાના જથ્થા સાથે જ્યારે એક વાપરીને પ્રતિબંધિત વેપો સાથે દબોચી લીધાં હતાં.દરોડાની વિગત મુજબ, શહેર એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એન.વી.હરિયાણી ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ ચૌહાણ અને ઉપેન્દ્રસિંહ ઝાલાને જંગલેશ્વર શેરી નં.6, હુસેની ડેરી વાળી શેરીમાં ગાંજાનો મોટો જથ્થો સપ્લાય થયો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી રફીક યુસુફ જુણેજા (ઉ.વ.35),(રહે.જંગલેશ્વર શેરી નં.16) અને અસલમ ગુડુ સૈયદ (ઉ.વ.21),(રહે.જંગલેશ્વર શેરી નં.6) ને દબોચી તેની પાસેથી બે બાચકામાં ભરેલ 51.860 કિલો ગાંજો રૂ.5.18 લાખનો મુદામાલ સહિત કુલ રૂ.5.29 લાખનો મુદામાલ કબ્જે કરી બંને શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પૂછતાછ હાથ ધરી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, બંને શખ્સો છ માસથી ધંધો કરતાં હતાં અને દરોડા પડ્યાના એક કલાક પહેલાં જ ગોંડલ પંથકનો શખ્સ ગાંજાની સપ્લાય કરી ગયાની કબુલાત આપતાં તેને પણ પોલીસે સકંજામાં લીધો હતો.
શહેરના ગાંધીગ્રામ વિસ્તારના ભારતીનગર શેરીમાંથી રણજીત રત્નું નામના શખ્સને 2 કિલો ગાંજા સાથે એસઓજીની ટીમે દબોચી રૂ.25880 નો મુદામાલ કબ્જે કરી પૂછતાછ હાથ ધરી હતી.દરોડાની વિગત મુજબ, એસઓજી ટીમના હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલ અને કોન્સ્ટેબલ હાર્દિકસિંહ પરમારને પેટ્રોલિંગ દરમિયાન ગાંધીગ્રામ વિસ્તારના ભારતીનગર શેરી નં.2 માં રહેતાં રણજીત નારૂભા રત્નુંના મકાનમાં ગાંજાનો જથ્થો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી મકાન માલિક રણજીતને પકડી તેના મકાનમાં તપાસ કરતાં એક બચકામાંથી 2.088 કિલો ગાંજો મળી આવતાં ગાંજો અને મોબાઈલ મળી કુલ રૂ.25880 નો મુદામાલ કબ્જે કરી રણજીતની ધરપકડ કરી હતી. ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો અને ક્યાં સપ્લાય કરવાનો હતો તે અંગે પૂછતાછ હાથ ધરી હતી.
- Advertisement -
કાલાવડ રોડ પર ડ્રિમ પોઇન્ટ દુકાનમાંથી પ્રતિબંધિત સાત વેપો સાથે વેપારીની ધરપકડ કરી રૂ.20 હજારનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.દરોડાની વિગત મુજબ, એસઓજીના પીએસઆઇ આર.જે.કામળીયા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ દિપકભાઈ ડાંગર અને ઉપેન્દ્રસિંહ ઝાલાને કાલાવડ રોડ, સેન્ટ મેરી સ્કુલ સામે પંચનાથ કોમ્પ્લેક્ષમા આવેલ ડ્રીમ પોઇન્ટ દુકાનમા પ્રકાશ ઉર્ફે શાહરુખ નારાયણદાશ પ્રતિબંધિત વેપનો જથ્થો પોતાની દુકાનમા રાખી વેંચાણ કરે છે, તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી દુકાન માલિક પ્રકાશ ઉર્ફે શાહરૂખ નારાયણદાસ કેશરીયા (ઉ.વ.42),(ધંધો.વેપાર),(રહે- એવરેસ્ટ પાર્ક, શેરી નં-04 કાલાવાડ રોડ) ની અટક કરી સરકારએ નકકી કરેલ તમાકુ સેવનથી મનુષ્યના આરોગ્યને હાનિકારક નુકશાન થાય તેવી વૈજ્ઞાનીક ચેતવણીના ચીત્ર હોવી જોઇએ તે ચેતવણીના સ્ટીકરો વગરની પ્રતિબંધિત વેપોનો જથ્થો મળી આવતાં દુકાન માલિકની ધરપકડ કરી સાત વેપો રૂ.20 હજારનો મુદામાલ કબ્જે કરી પૂછતાછ હાથ ધરી હતી. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, આરોપી મુંબઈથી વેપો રૂ.1500 માં લઇ આવી અહીં રૂ.2500 માં વેંચતો હતો.