રાજકોટમાં બે અકસ્માતમાં બેનાં મોત
પુત્રને તાવ આવતો હોય દવા લેવા જતી વેળાએ સર્જાયેલી કરુણાંતિકા
- Advertisement -
ચોટીલા જતા યુવકનું કુવાડવા હાઇવે પર ટ્રકની ઠોકરે મૃત્યુ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વધતા જતા અકસ્માતમાં બનાવો ઉપર નિયંત્રણ પર લેવામાં પોલીસ તંત્ર નિષ્ફ્ળ નીવડ્યું છે પોલીસ દ્વારા અનેક પોઇન્ટ માર્ક કરવામાં આવ્યા છે જ્યાં અકસ્માતના બનાવો વધુ બનતા હોય છે પરંતુ આ જીવલેણ અકસ્માતો કેમ ઘટાડવા તે અંગે કોઈ નક્કર કામગીરી કરી શકતું નથી ત્યારે રાજકોટના મોરબી રોડ ઉપર જુના જકાતનાકા પાસે સવારે ડમ્પરના ચાલકે બાઈકચાલક પરિવારને ઠોકરે લેતા ત્રણ બહેનોના એકના એક ભાઈનું મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે 7 વર્ષના પુત્રને તાવ આવતો હોવાથી પિતા અને માતા બંને બાળકને બાઇકમાં બેસાડી દવા લેવા જતા હતા ત્યારે બીજી સાઈડ જવા બાઈક ધીમું પાડતા જ ડમ્પરે ઠોકરે લેતા બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જયારે માતા-પિતાનો ચમત્કારિક બચાવ થયો હતો ત્રણ બહેનોના એકના એક ભાઈના મોતથી પીએમ રૂમે પરિવારજનોના કરૂણ આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી જયારે ગોંડલ રોડ ઉપર શિવનગરમાં રહેતો યુવક ચોટીલા જતો હતો ત્યારે કુવાડવા હાઇવે ઉપર ટ્રકના ચાલકે બાઇકને ઠોકર મારતા ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું
અકસ્માત સર્જી ટ્રક રેઢો મૂકી ડ્રાયવર નાસી જતા પોલીસે દોડી જઈ આરોપીની શોધખોળ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ લાલપરીમાં શક્તિ સોસાયટી પાછળ રહેતા અને ફુગ્ગા તથા રમકડાં વેચવાનું કામ કરતા જગદીશભાઈ તેના 7 વર્ષના પુત્ર જગદીશને તાવ આવતો હોવાથી સવારે બાઇકમાં બેસાડી દવા લેવા માટે જતા હતા સાથે પત્ની પણ આવી હતી ત્રણેય બાઈક લઈને મોરબી રોડ ઉપર જતા હતા ત્યારે જકાતનાકા પાસે રીડની બીજી સાઈડ જવા માટે બાઈક ઉભું રાખ્યું ત્યારે જ પાછળથી ધસી આવેલા ડમ્પરના ચાલકે ઠોકરે લેતા ત્રણેય ફંગોળાઈ ગયા હતા અને આ અકસ્માતમાં બાળક જગદીશને ગંભીર ઇજા થતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું બનાવને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાકીદે હોસ્પિટલે બાળકને ખસેડ્યું હતું પરંતુ ફરજ પરના તબીબોએ તેને નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરી હતી ત્રણ બહેનોના એકના એક ભાઈના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો માતાના હૈયાફાટ રુદનથી પીએમ રૂમ ખાતે ગમગીની છવાઈ ગઈ હતી.
આ ઉપરાંત અકસ્માતના બીજા બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ રોડ ઉપર શિવનગરમાં રહેતા નીલદીપ પ્રકાશભાઈ રાઠોડ નામનો યુવાન બાઇક લઈને ચોટીલા જતો હતો ત્યારે કુવાડવા હાઇવે ઉપર ભવાની હોટલ પાસે જી જે 23 વાય 9989 નંબરના ટ્રકના ચાલકે ઠારકે લેતા યુવક ફંગોળાઈ ગયો હતો અને ગંભીર ઇજા થઇ હતી માથાના ભાગે ગંભીર ઇજા થતા યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું બનાવને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા બીજી તરફ અકસ્માત સર્જી ટ્રકચાલક ટ્રક રેઢો મૂકી નાસી છૂટ્યો હતો બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.
- Advertisement -
ડિમ્પરે કચડ્યો નિર્દોષ જીવ:
તંત્રની બેદરકારીથી થયું આ કાંડ
રાજકોટના મોરબી રોડ, જુના જકાતનાકા પાસે બનેલી આ દુર્ઘટના શહેરની આંખ ઉઘાડે તેવી છે. એક નિર્દોષ બાળક ડમ્પરના પૈડાં નીચે કચડાઈ ગયો અને કદાચ ત્યાં જ તેનું મોત થયું હશે. આ દૃશ્યો જોઈને કોઈ પણ માતાપિતાનું હૈયું દ્રવાઈ જાય. પરંતુ સવાલ એ છે કે આ જીવ કોણે લીધો ફક્ત ડમ્પર ચલાવનારે? કે પછી એ તંત્રે, જેણે વર્ષો સુધી આ બેદરકારીને જન્મ આપ્યો છે?
ક્ષ ટ્રાફિક પોલીસ રસ્તા પર નથી, ફક્ત ખિસ્સામા આવતી રકમ માટે કર્યો કરે છે?
શહેરમાં જ્યાં તંત્ર પ્રજાના ખિસ્સા ખંખેરવા માટે હેલ્મેટ ચેકિંગમાં બહાદુરી બતાવે છે, ત્યાં જ ભારે વાહનોને રોકવાની હિંમત કેમ નથી થતી? હપ્તા સિસ્ટમના કારણે ડમ્પર, ટ્રક, ખનીજ ચોરી કરનારા વાહનો શહેરમાં બેફામ દોડે છે. ટ્રાફિક પોલીસની નજરે બધું દેખાય છે, છતાં આંખો મીંચી લેવામાં આવે છે.
ક્ષ છઝઘના કાયદા કાગળ પર? રસ્તા પર ગુનો કરવા પરવાનો?
ઓવરલોડેડ, જર્જરીત અને બિનકાયદેસર ફેરફાર કરેલા વાહનો છઝઘના કચેરીમાંથી જ પાસ થાય છે. આ સિસ્ટમ જ ન હોત તો શહેરમાં ખુલ્લાસાંઢની જેમ દોડતા ડમ્પરો પ્રજાનું લોહી પીતા ન હોત.
ક્ષ લોકપ્રતિનિધિઓ ચૂંટાયા પછી ગાયબ?
લોકપ્રતિનિધિઓની ફરજ છે કે આ મુદ્દા પર કડક અવાજ ઉઠે. પરંતુ તેઓ મૌન છે, કારણ કે હપ્તા રાજમાં બધું જ સેટ છે. પ્રજાના બાળકો કચડાય છે, પરંતુ ખિસ્સામાં આવતી રકમથી અવાજ દબાઈ જાય છે.
એક માતાનું રુદન, આખા શહેરની ચેતવણી સમાન છે કેમ કે જો યોગ્ય પગલા ન લેવાયા તો રાજકોટ રાતા પાણીએ રોતું જોવા મળશે આગામી દિવસોમાં જે માતાએ પોતાના લાડકવાયા બાળકને આ રીતે ગુમાવ્યો છે, તેનું હૈયાફાટ રડવું માત્ર તેનું વ્યક્તિગત દુ:ખ નથી. આ સમગ્ર શહેર માટે ચેતવણી છે. જો આજે આ તંત્રને પ્રશ્ર્નો નહીં પૂછવામાં આવે, તો આવતી કાલે આ જ દૃશ્ય કોઈ બીજા ઘરમાં જોવા મળશે.
આ માત્ર અકસ્માત નથી, આ છે તંત્ર દ્વારા કરાયેલ હત્યા. અને આ હત્યાનો જવાબ તંત્રએ આપવો જ પડશે.



