અદાણી ગ્રુપની પાંચ કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો
ત્રણ ગ્રુપ કંપનીઓના શેર નીચલી સર્કિટ પર ખુલ્યા
- Advertisement -
ગ્રૂપના શેરમાં સતત કેટલાય દિવસો સુધી ઘટાડો ચાલુ
ખાસ-ખબર સંવાદદાતા
શેરબજારની શરૂઆત આજે તેજી સાથે થઈ છે. પરંતુ આજે પણ અદાણી ગ્રુપના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગ્રુપની દસમાંથી પાંચ કંપનીઓના શેર રેડ ઝોન પર ખૂલ્યા હતા. આ શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી અદાણી ગ્રુપના શેર સતત ઘટી રહ્યા છે. ગઈકાલે પણ ગ્રુપ કંપનીઓના શેરમાં ઘટાડો નોંધાયો હતો. બજારમાં ઘટાડા સાથે ગૌતમ અદાણીની નેટવર્થ ઘટી છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, અદાણી હવે વિશ્વના અબજોપતિઓની યાદીમાં ફરી 22માં નંબરે સરકી ગયા છે. આજે પણ અદાણીના શેરમાં ઘટાડો ચાલુ છે. અદાણી ગ્રુપની ત્રણ કંપનીઓના શેરમાં હજુ પણ લોઅર સર્કિટ જોવા મળી રહી છે. અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ભૂતકાળમાં ગ્રુપ કંપનીઓના શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ હવે ફરીથી શેર રેડ ઝોન પર પહોંચી ગયા છે.
અદાણી પાવરે હજુ પણ લોઅર સર્કિટ લગાવેલી છે. આ શેર 5 ટકાના ઘટાડા સાથે રૂ.194.15ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સવારે માત્ર નીચલી સર્કિટથી સ્ટોક ખૂલ્યો હતો. અદાણી ટોટાલ ગેસના શેર પણ નીચલી સર્કિટમાં છે. શેર પાંચ ટકા ઘટીને રૂ.899.85ના સ્તરે પહોંચ્યો છે. આ શેર પણ નીચલી સર્કિટની સાથે ઓપન છે. અદાણી ટ્રાન્સમિશનના શેર પણ નીચલી સર્કિટમાં ખૂલ્યા હતા. આ શેર પાંચ ટકાના ઘટાડા સાથે રૂ. 857.10ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.