પોલીસની રેઇડમાં રોકડ સાથે 58 હજારનો મુદામાલ કબ્જે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેના માટે પોલીસ અધિક્ષક હર્ષદ મેહતાના માર્ગદર્શન હેઠળ એ.ડિવિઝન પોલીસે શહેરના કડીયાવાડ વિસ્તારમાં રેઇડ કરી હતી જેમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ત્રણ ઈસમો રોકડ રૂપિયા સાથે 58 હજારના મુદામાલ સાથે ઝડપી ધોરણસર કાર્યવાહી કરી હતી.
- Advertisement -
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.જે.સાવજ તથા પીએસઆઇ ઓ.આઈ.સીદી અને પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે કડીયાવાડ વિસ્તારના રામાપીર મંદિર સામે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા રેઇડ કરી હતી જેમાં કીર્તિ પ્રવીણભાઇ મકવાણા, પરેશભાઇ રામભાઇ ગૌસ્વામી, ભરતભાઇ બાબુભાઇ દોંગા ત્રણેય રહે.જૂનાગઢ વાળા ઈસમોને રોકડ રૂ.23300 અને જુગાર સાહિત્ય સહીત કુલ રૂ.58300નો મુદામાલ કબ્જે ત્રણેય ઈસમો સામે જુગારધારા હેઠળ એ.ડિવિઝન પોલીસમાં ગુનોહ દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.