ખાસ-ખબર ન્યૂઝ ધારી, તા.12
ધારી વનવિભાગે જસાધાર રેન્જના કાર્યક્ષેત્ર હેઠળની જસાધાર રાઉન્ડની ધોકડવા રેવન્યુ બીટના કાર્યક્ષેત્રના જુનાઉગલા રેવન્યુ ગામે પ્લોટ વિસ્તારમાં આવેલ સામતભાઇ બચુભાઇ રાઠોડના રહેણાંક મકાનમાં વન્યજીવ સસલાનો શિકાર કરી સસલાનું માંસ રાખેલ હોવાની બાતમી મળી હતી. વનવિભાગે બાતમીના આધારે ગઇકાલે વહેલી સવારે રાજદિપસિંહ ઝાલા,નાયબ વન સંરક્ષક ઘારી તથા એમ.આર.ઓડેદરા, મદદનિશ વન સંરક્ષક ઉનાના સીધા માર્ગદર્શન હેઠળ એલ.બી.ભરવાડ, રેન્જ ફોરેસ્ટ ઓફીસર જસાધાર દ્વારા વી.આર.ચાવડા,વનપાલ જસાધાર, આર.બી.વાળા, વનપાલ તુલશીશ્યામ આર.એસ.સારલા, ફો.ગાર્ડ એન.આર.જોગાણી ફો.ગાર્ડ ખજુરી કુ.વર્ષાબેન ખરાડી ફો.ગાર્ડને સાથે રાખી તાત્કાલીક સ્થળ પર પહોંચ્યા અને સ્થળ ચકાસણી કરતા જુનાઉગલા ગામે (1)સામતભાઈ બચુભાઇ રાઠોડ રહે.જુના ઉગલા, (ર)ભરતભાઇ જેરામભાઈ શિયાળ રહે.જુના ઉગલા (3)નાગભાઈ દિપુભાઇ સોલંકી રહે.આંબલીયાળા તા.ખાંભા વાળા રહેણાંક મકાનમાં શિકાર કરી લાવેલ સસલાને છરી, કુહાડા દાતરડા વડે કાપી સસલાનું માંસ કાઢતા રંગેહાથે ઝડપાતા આ ત્રણેય ઇસમો સામે વન્યપ્રાણી સંરક્ષણ ધારા-1972 હેઠળ ધોરણસર ગુન્હો નોંઘી એડવાન્સ રીકવરી પેટે રૂ.1,05,000 (એક લાખ પાંચ હજાર પુરા) વસુલી ત્રણેય આરોપીઓને જામીન પર મુકત કરેલ છે.



