બંધ આઇશર પાછળ કાર ઘૂસી ગઇ, એક મહિલા તથા બે પુરુષે જીવ ગુમાવ્યા, એકની હાલત ગંભીર
ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદ હાઇ-વે પર લીંબડી નજીક આજે વહેલી સવારે બધં આઇસર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર રાજકોટમાં રહેતા રાજસ્થાનના વતની પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ નિપયાની જયારે એક વ્યકિતને ઇજા થયાનો બનાવ લીંબડી પોલીસ મથકે નોંધાયો છે.
લીંબડી નજીક રામ ભરોસે હોટેલ પાસે આજે વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં જીજે-03-બીવી 5297 નંબરના આઇસર પાછળ ઇકો કાર ઘુસી ગઇ હોવાનું અને જીવલેણ અકસ્માત સર્જાયાની જાણ થતાં લીંબડી પોલીસનો કાફલો દોડી ગયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એક મહિલા અને પુરુષનું ઘટના સ્થળે મોત નિપયું હતું જયારે અન્ય બેને સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં ત્યાં પણ ઇજાગ્રસ્ત એક પુરૂષે ટૂંકી સારવાર દરમિયાન અંતિમ શ્ર્વાસ લેતાં મૃત્યુ આકં ત્રણ થયો હતો.
બનાવ સ્થળે પહોંચેલા એએસઆઇ અશ્ર્વિનભાઇ અંગારીના જણાવ્યા મુજબ અકસ્માતમાં મૃત્યુ પામનાર ત્રણેય એક જ પરિવારના કુટુંબીઓ હતાં અને મુળ રાજસ્થાના ઉદયપુર જિલ્લાના વતની હતાં. રાજકોટમાં અન્ય પરિવારજનો સાથે રહેતા હતાં. વતન રાજસ્થાનમાં દર્શન કરવા માટે રાજેસ્થાની પરિવાર ગયો હતો ત્યાંથી પરત ઇકો કારમાં રાજકોટ આવી રહ્યા હતાં. લીંબડી પાસે આઇશર માલવાહક વાહન પંચર પડયું હોવાથી સાઇડમાં ઉભું હતું. વહેલી સવારના ચારેક વાગ્યાની આસપાસ ઇકો કાર બધં પડેલા આઇશરની પાછળ ઘુસી ગઇ હતી. કારની સ્પીડ કદાચ વધુ હોવાના કારણે કારનો આગળનો ભાગ બુકડો બોલી ગયો હતો અને ગંભીર રીતે ઘવાયેલા ત્રણ વ્યકિતઓએ જીવ ગુમાવ્યો હતો.