દેશમાં ફેટી લીવરના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ફેટી લીવર બીજી ઘણી ગંભીર બીમારીઓને પણ આમંત્રણ આપે છે. નોન-આલ્કોહોલિક ફેટી લિવરના વધારા વિશે વાત કરીએ તો, દર 10 ભારતીયોમાંથી 3 માં ફેટી લીવર હોય છે.
કેન્દ્રીય આરોગ્યમંત્રી અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું હતું કે, નોન-આલ્કોહોલિક ફેટી લિવર મેટાબોલિક ડિસઓર્ડર જેમ કે મોટાપા, ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ વધારે છે. તેની સારવાર માટે સંશોધિત ઓપરેશનલ માર્ગદર્શિકા અને તાલીમ માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રાલયની સુધારેલી માર્ગદર્શિકાનો હેતુ દર્દીની સંભાળ અને પરિણામોને સુધારવાનો છે. દેશમાં 66 ટકાથી વધુ મૃત્યુ બિન-ચેપી રોગોને કારણે થાય છે. આ રોગોમાં તમાકુનું સેવન, આલ્કોહોલનું સેવન , આહારની ખરાબ આદતો, કસરતનો અભાવ અને વાયુ પ્રદૂષણ સાથે ઊંડો સંબંધ છે. પાયાનાં સ્તરે કામ કરતાં આરોગ્ય કર્મચારીઓને આ અંગે જાગૃત કરવાની જરૂર છે જેથી તેઓ લોકોને જાગૃત કરી શકે.
- Advertisement -
યોગ્ય સારવાર માટે નવી માર્ગદર્શિકા
નોન-આલ્કોહોલિક ફેટી લિવરના કિસ્સામાં, લિવર પર ચરબી જમા થાય છે, જે તમામ ઉંમરનાં લોકોને અસર કરે છે. જે લોકોનું વજન વધારે છે તેને ખતરો પણ વધારે હોય છે. સુધારેલી માર્ગદર્શિકા સામુદાયિક આરોગ્ય કર્મચારીઓથી લઈને તબીબી અધિકારીઓ સુધી દરેકને એક માળખું પ્રદાન કરશે.
ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે, રોગની ઓળખ કરવા માટે પહેલાં ટેસ્ટ કરાવવા જોઈએ. દર્દી કઈ દવાઓ લે છે, તેને બીપી, સુગર, ફેમિલી હિસ્ટ્રી સહિત અન્ય કોઈ રોગ છે કે કેમ તે જાણવું જોઈએ. આ પછી લોકોને માર્ગદર્શન આપવું જોઈએ જેથી તેઓ વજન વ્યવસ્થાપન કરી શકે.