હત્યાના કેસમાં આજીવન કેદના ત્રણ આરોપીઓ થયા જેલમુક્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 473 હેઠળ રાજ્ય સરકારને મળેલી સતના રૂએ રાજકોટ મધ્યસ્થ જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા અને મોટાભાગની સજા ભોગવી ચુકેલા ત્રણ કેદીઓને સજા માફીનો લાભ આપી આજે જેલમુક્ત કરવામાં આવ્યા છે અધિકારીઓએ ધાર્મિક પુસ્તક આપી સમાજમાં પુન:સ્થાપન થઇ સારું જીવન જીવે તેવી શુભેચ્છા પાઠવી હતી.
રાજકોટ મધ્યસ્થ જેલમાં હત્યાના ગુનામ આજીવન કેદની સજા ભોગવતા અને 14 વર્ષ જેટલો સમય જેલમાં વિતાવ્યો હોય અને સારી વર્તણુક હોય તેવા કેદીઓને સરકાર તરફ્થી સજા માફીનો લાભ સરકાર તરફ્થી આપવામાં આવતો હોય જે અંતર્ગત આજે રાજકોટ જેલમાંથી બુધ્ધિલાલ નાનજીભાઈ નૈયા, હેમુભા હઠુંજી જાડેજા અને નાથાભાઈ પુંજાભાઈ ચુડાસમાને આ સજા માફીનો લાભ આપવામાં આવ્યો હતો ત્રણેયને જેલમાંથી મૂક્ત કરતી વેળાએ જેલ અધિક્ષક રાઘવ જૈન, જેલ બી બી પરમાર સહિતે ત્રણેયને ધાર્મિક પુસ્તક આપી ત્રણેય પરિવાર સાથે સમાજમાં પુન:સ્થાપિત થાય અને સારું જીવન વિતાવે તેવી શુભકામના આપી હતી.