ભીચરીની કોલેજના ડ્રાયવર અને મવડીમાં પ્રૌઢાનું મૃત્યુ: જામનગરથી રાજકોટ ભાઈને ઘરે આવેલ વૃધ્ધાનું પણ હૃદય બંધ પડી ગયું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત રાજ્યભરમાં કોરોનાના કહેર વચ્ચે હાર્ટએટેકથી મૃત્યુ થવાનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો, આજે રાજકોટમાં વધુ ત્રણ લોકોને હૃદય રોગનો જીવલેણ હુમલો આવતા મૃત્યુ નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
રાજકોટની ભાગોળે ભીચરીમાં આવેલી એચ એન શુક્લા કોલેજના ક્વાર્ટરમાં રહેતાં અને ત્યાં જ ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા જીવાભાઇ લઘરાભાઇ લેલા ઉ.49 પરોઢિયે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં પરંતુ અહિ મૃત જાહેર કરાતાં પરિવારજનોમાં શોક વ્યાપી ગયો હતો. મૃતક ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હોવાનું અને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે પરિવારજનોના જણાવ્યા પ્રમાણે રાત્રે થોડુ થોડુ છાતીમાં દુ:ખતું હોઇ દવા લઇ સુઇ ગયા હતા અને સવારે અચાનક બેભાન થઇ ગયા હતાં હાર્ટએટેકથી મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે મવડીના જસરાજનગરમાં રહેતાં કિરણબેન કિશોરભાઇ અઘેરા ઉ.49 નામના મહિલાનું પોન હાર્ટએટેકથી મોત થયું હતુ તેણીના પતિ ક્ષૌરકર્મીની કેબીન ચલાવે છે મહિલાના મોતથી એક પૂત્રએ માતાનું છત્ર ગુમાવ્યું છે બનાવની જાણ થતાં તાલુકા પોલીસે દોડી જઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત હાર્ટએટેકણા ત્રીજા બનાવની વાત કરી તો જામનગરની સ્વસ્તીક સોસાયટીમાં એપાર્ટમેન્ટમાં રહેતાં નીરૂબેન બીપીનભાઇ વારીયા ઉ.63 નમન વૃધ્ધાના પતિનું રાજકોટમાં આજે દાંતનું ઓપરેશન કરાવવાનું હોવાથી અંહી આવ્યા હતા અને ગત રાતે રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર રહેતા તેમના ભાઇ હરેશભાઇ મહેતાના ઘરે શ્રધધા એપાર્ટમેન્ટ ખાતે હતાં ત્યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજ્યું હતું. હાર્ટએટેકથી મૃત્યુ થયાનું તબિબે જાહેર કર્યુ હતું બનાવ અંગે એ ડિવિઝન પોલીસે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી હતી.