ક્રેડિટ કાર્ડ, ન્યૂડ વિડીયો કોલ અને ટાસ્ક પૂર્ણ કરવાની લાલચ આપી છેતરપિંડી આચરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં સોશિયલ મીડિયા પર મેસેજ કે ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી બાદમાં ન્યૂડ વિડીયા કોલ કરી તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લઈ તેના આધારે બ્લેકમેઇલ કરી નાણાં પડાવાય છે. તાજેતરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. ત્યારે એક અરજદારને એક એપ ડાઉનલોડ કરવાનું કહી તેમાં ક્રેડિટ કાર્ડના નંબર નાખતા તેમાંથી 39 હજાર ઉપડી ગયા હતા. તેઓએ રજૂઆત કરતા 39 હજારની મૂળ રકમ પરત અપાવી હતી.
- Advertisement -
સાયબર ક્રાઈમની ઘટના દિવસેને દિવસે વધતી જાય છે ત્યારે રાજકોટ સાયબર ક્રાઈમના અઈઙ વિશાલ રબારીએ અનેક સાયબર ફ્રોડનો પર્દાફાશ કરી અનેક આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે.
શેર, લાઈકનો ટાસ્કની લાલચ આપી અઢી લાખ પડાવ્યા
બીજા કિસ્સામાં યુ ટ્યુબમાં વ્યુઝ કરીને શેર, લાઈક કરવાનો ટાસ્ક આપીને ખોટી લાલચે આપી છેતરપિંડી કરવામાં આવી હતી. જેમાં સંદિપ જયવંતભાઈ કક્રેચા (રહે.હા.બોર્ડ, રંગોલીપાર્ક) સાથે રૂપિયા 2.50 લાખનું ફ્રોડ થયું હતું. જોકે, તેઓએ સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરતા પોલીસે સંપૂર્ણ રકમ તેના બેંક ખાતામાં રિફન્ડ કરાવીને આવી લોભામણી જાહેરાતમાં નહીં ફસાવવા લોકોને અપીલ કરી હતી. તો ત્રીજા કેસમાં એક છુપી એપ ડાઉનલોડ કરવાનું કહી ભદ્રેશભાઈ જવેરભાઈના મોબાઈલને થોડીવાર માટે હેક કરીને તેના ખાતામાંથી રૂપિયા 39000 ઉપાડી લેવાયા હતા. જેને પગલે ભોગ બનનારે સાયબર ક્રાઇમમાં જાણ કરતા પોલીસે તમામ રકમ પરત અપાવી હતી.
વિડીયા વાઈરલ કરવાનું કહી 1.87 લાખ પડાવ્યા
પ્રાપ્ત વિગત મુજબ ન્યૂડ વિડીયા કોલ કરી સાયબર ફ્રોડનો એક કેસ સાયબર પોલીસમાં નોંધાયો હતો. જેમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા એક વૃદ્ધે રૂપિયા 1.87 લાખ ગુમાવ્યા હતા. વૃદ્ધનાં મોબાઈલ પર ન્યૂડ વિડીયા કોલ આવ્યો હતો અને બાદમાં તે રેકોર્ડ કરીને વાઈરલ કરવાની ચીમકી આપી રૂપિયા 1.87 લાખ પડાવી લીધા હતા. આ પછી વધારે રૂપિયાની માગણી કરતા ભોગ બનનારે હેલ્પલાઈન નં. 1930 પર ફોન કરતા સાયબર ક્રાઈમ પોલીસે ઉંડી તપાસ કરીને સામેવાળાના એકાઉન્ટને હોલ્ટ કરાવ્યું હતું અને અરજદારને રૂપિયા 97,000 પરત અપાવ્યા હતા.