રાજકોટમાં પોલીસને પડકાર ફેંકતી રિક્ષા ગેંગ ફરી સક્રિય
પકડાયેલા રિક્ષાચાલક બુકનીધારી મહિલા બેલડીથી અજાણ હોવાનું રટણ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં ફરી બેકાબૂ બનેલી રિક્ષાગેંગએ મોરબી રહેતા વૃદ્ધાને શિકાર બનાવી સોનાનો ચેઇન અને રોકડ ભરેલા પર્સ સહિત ત્રણ લાખની મતાની ચોરી લેતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી રિક્ષાચાલકને સકંજામાં લઇ બે બુકાનીધારી મહિલા સહિત ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. મોરબીમાં લખધીરવાસ પાસે શાસ્ત્રી શેરીમાં રહેતા ઇલાબેન વસંતભાઇ રાચ્છ ઉ.66એ એ ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં સંતકબીર રોડ પર શક્તિ સોસાયટીમાં રહેતા તેના બહેન મીનાબેનના ઘરે છઠ્ઠીનો પ્રસંગ હોય રાજકોટ આવ્યા હતા અને ત્રિકોણબાગ ખાતે બસમાંથી ઉતરી તેના બહેન નીલાબેન હસમુખભાઇ કોટેચા સાથે રિક્ષામાં બેસીને શકિત સોસાયટીમાં જવા માટે નીકળ્યા હતા. દરમિયાન થોડે આગળથી બે બુકાનીધારી મહિલાઓ પણ રિક્ષામાં બેઠી હતી અને હોસ્પિટલ ચોક પાસેથી એક પુરૂષ પણ રિક્ષામાં બેઠો હોય અને પારેવડી ચોક પાસે પુરૂષ ઉતરી ગયો હતો અને અમને શક્તિ સોસાયટીમાં ઉતારી રિક્ષાચાલક ચાલ્યો ગયો હતો બાદમાં તેઓ બન્ને બહેનો તેના બહેનના ઘરે પહોંચ્યા હતા. ત્યારબાદ ગળામાં ધ્યાન જતા તેને પહેરેલ સોનાનો ચેઇન જોવામાં નહીં આવતા તપાસ કરી હતી. જેમાં તેને રૂ.ત્રણ હજારની રોકડ ભરેલ પર્સ ગુમ હોય ફરિયાદ નોંધાવતા પીએસઆઇ રાણા સહિતના સ્ટાફે ગુનો નોંધી ત્રિકોણબાગ પાસેથી રિક્ષા ચાલકને સકંજામાં લઇને તેની પૂછતાછ કરતા રિક્ષામાં બેઠેલી બે બુકાનીધારી મહિલાઓ વિશે કંઇ નહી જાણતા હોવાનું રટણ કરતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.



