ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપંચના દિશાનિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં તમામ વિધાનસભા બેઠકો પર જનરલ ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે.જૂનાગઢ જિલ્લાની 85-માણાવદર વિધાનસભા મતવિસ્તાર અને 86-જૂનાગઢ વિધાનસભા મતવિસ્તાર, 87-વિસાવદર વિધાનસભા મતવિસ્તાર, 88-કેશોદ વિધાનસભા મતવિસ્તાર, 89-માંગરોળ વિધાનસભા મતવિસ્તાર માટે ત્રણ જનરલ ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે 85-માણાવદર, 86-જૂનાગઢ વિધાનસભા મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રી સી.સુદર્શન રેડ્ડીની નિમણૂક કરવામાં આવી છે. જેમનો સંપર્ક નંબર 9326368184, મનોરંજન સર્કિટ હાઉસ, બિલખા રોડ, જૂનાગઢ ખાતે 4 થી 5 વાગ્યા સુધીમાં થઇ શકશે 88-કેશોદ, 89-માંગરોળ વિધાનસભા મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રી આશિષ કુમારની નિમણૂક કરવામાં આવી છે. જેમનો સંપર્ક મો. 9016483644, મનોરંજન સર્કિટ હાઉસ, બિલખા રોડ, જૂનાગઢ ખાતે 11 થી 12 વાગ્યા સુધીમાં થઇ શકશે. 87-વિસાવદર વિધાનસભા મતવિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રી બુધ્ધેશકુમાર વૈધ્યની નિમણૂક કરવામાં આવી છે. જેમનો સંપર્ક નંબર 9106935121, મનોરંજન સર્કિટ હાઉસ, બિલખા રોડ, જૂનાગઢ ખાતે 11 થી 12 વાગ્યા સુધી થઇ શકશે.
જૂનાગઢ બેઠકો પર ત્રણ જનરલ ઓબ્ઝર્વર નિમણૂક
