ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેર શહેરમાં આવેલ ભાટીયા સોસાયટીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી પોલીસે દરોડો કરીને જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને દબોચી લીધા હતા અને પોલીસે રોકડા રૂપિયા 11,120 નો મુદામાલ કબ્જે કરીને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પીઆઈ વસાવા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભાટીયા સોસાયટીમાં અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસ ટીમે દરોડો ભૂતનાથ મંદિરવાળી શેરીમાં દરોડો કરીને જુગાર રમતા આફતાબ મહેબુબભાઇ મેસાણીયા, હિતેશ કેશુભાઈ ચાવડા અને રાકેશકુમાર જાનકીપ્રસાદ વર્માને રોકડા રૂપિયા 11,120 ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ મુદામાલ કબ્જે કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ સીટી પોલીસ મથકે ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં જુગાર રમતા ત્રણ ખેલીઓ ઝડપાયા



