ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસ દર વર્ષે તમામ મહાનગરપાલિકા હસ્તકના ફાયર સ્ટેશનને સારી કામગીરી બદલ બેસ્ટ ફાયર સ્ટેશન તરીકેનો એવોર્ડ આપે છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસ, ગાંધીનગર દ્વારા દર વર્ષે ગુજરાત રાજયની તમામ મહાનગરપાલિકા હસ્તકના ફાયર સ્ટેશનને સારી કામગીરી બદલ બેસ્ટ ફાયર સ્ટેશન તરીકેનો એવોર્ડ આપવામા આવે છે. અમદાવાદ ખાતે બેસ્ટ ફાયર સ્ટેશન એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામા આવેલ છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના ત્રણ ફાયર સ્ટેશનને ફાયર સ્ટેશન એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે.
ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખાની કામગીરી ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત કે. દવે અને ડે. ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ બી. ઝાલા સંભાળે છે. રાજકોટ શહેરના ત્રણ ફાયર સ્ટેશન દ્વારા ફાયર કોલ, બચાવ કોલ, એમ્બ્યુલન્સ – શબવાહીની કોલ તથા બિલ્ડીંગોમા નિયમીત ફાયર સેફટીનું ઇન્પેકશન તથા ફાયર સ્ટેશન દ્વારા ફાયર ગઘઈ અંગે બિલ્ડીંગોનું ઇન્સપેકશન વિગેરે કામગીરીની વિગત નીચે મુજબ છે. જે ખરેખર પ્રસંશનીય કામગીરી કરેલ છે. ઉપરોકત Best Fire Station એવોર્ડના કાર્યક્રમમા એવોર્ડ પ્રાપ્ત કરનાર (1) રામાપીર ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર ફિરોજ આઇ. લુવાની, (2) કોઠારીયા ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર મોઇન શેખ, અને (3) રેલનગર ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર દિનેશભાઇ ચાંચીયા દ્વારા અમદાવાદ ખાતે એવોર્ડ સ્વીકારવામાં આવેલ છે.



