જામકંડોરણા, પડધરી, જેતપુર, વિછીંયા, અને જસદણની કચેરીનો સમાવેશ: દસ્તાવેજ નોંધણીના ટોકન કેન્સલ: સ્ટાફ ચૂંટણી ફરજમાં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
- Advertisement -
લોકસભાની ચૂંટણીમાં સબરજિસ્ટ્રાર કચેરીઓના કર્મચારીઓને ફરજ સોંપાતા રાજકોટ જિલ્લાની પાંચ સહિત રાજય 210 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં રજા જાહેર કરવામાં આવી છે.આ અંગે રાજયના નોંધણીસર નિરીક્ષકની કચેરી દ્વારા પરિપત્ર ઈશ્યુ કરી દેવામાં આવેલ છે.
રાજયની 210 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લાની જામકંડોરણા, પડધરી, જેતપુર, વિછીંયા અને જસદણની સબ રજિસ્ટ્રાર કચેરી ઓનો સમાવેશ થાય છે.આ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં મિલ્કત દસ્તાવેજોની નોંધણી માટે તા.6 સુધીના જેઓએ ટોકન લીધા છે. તે ટોકન કેન્સલ કરવામાં આવેલ છે.લોકસભાની ચૂંટણીની કામગીરીમાં કર્મચારીઓને મતદાન પુર્વે તા.6ના મતદાને મથકો પર પહોંચવાનું હોય છે. તા.7ના મતદાન પૂર્ણ થયા બાદ બીજા દિવસે ચૂંટણી સ્ટાફને રજા છે. જેથી તા.6 થી 8 સુધી રાજયની 210 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં રજા જાહેર કરવામાં આવીને જેના પગલે આ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં જેઓએ દસ્તાવેજ નોંધણીના ટોકન લીધા છે. તે કેન્દ્રીય કરવામાં આવેલ છે.