રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ અનુસાર તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન અંતર્ગત રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા સમાજમાં રહેલ છેવાડાના માનવીઓ સુધી કાનૂની જાગૃતિ લાવવાની તથા સમાજને વિના વિલંબે કાનૂની સેવા પુરી પાડવાની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા તેના પેરા લીગલ વોલન્ટીયર્સ દ્વારા કરવામાં આવે છે અને રાજકોટ ખાતે આવેલ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળમાં વર્ષ 2025માં પસંદગી પામેલ પેરા લીગલ વોલન્ટીયર્સને આવી કાનૂની જાગૃતતા લાવવા માટેનો તાલીમ કાર્યક્રમનું આયોજન તા.16/07/2025 થી તા.18/07/2025 એમ કુલ ત્રણ દિવસ માટે જિલ્લા ન્યાયાલય રાજકોટ ખાતે કરવામાં આવી છે. તાલીમ કાર્યક્રમનું ઉદઘાટન જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ રાજકોટ તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ જે. આર. શાહ, પૂર્ણકાલીન સચિવ એચ.વી. જોટાણીયાએ તાલીમ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને પ્રસંગને ન્યાયધીશો દ્વારા પસંદગી પામેલ અને હાજર તમામ પેરા લીગલ વોલન્ટીયર્સને તાલીમ આપવામાં આવે છે. લીગલ વોલેન્ટીયર્સને રાજકોટ શહેરની કોલેજમાંથી કાયદા શાખાનું વિખ્યાત તજજ્ઞો, વિવિધ વિષયો ઉપર પ્રભુત્વ ધરાવનાર વ્યકિતોને આમંત્રણ આપી આ કાર્યમાં જોડવામાં આવ્યા છે.
પસંદગી પામેલ પેરાલીગલ લેન્ટર્સને આ કાનૂ સેવા મંડળ રાજકોટ દ્વારા આવનાર સમય માટે એક જાગૃત, મજબુત અને ઉત્કૃષ્ઠ સમાજનું નિર્માણ કરવામાં મહત્વનો ફાળો આપશે.


