ખાસ-ખબર સંવાદદાતા
કોડિનાર પીઆઇ આર.એ.ભોજાણી અને સ્ટાફ ના માણસોને મળેલી ચોક્કસ બાતમીના આધારે કોડિનાર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા ત્યારે બાતમી આધારે કોટડા ગામમાં ઢોરા શેરીમાં રહેતો રાજુભાઇ જીવાભાઇ બાંભણીયા પોતાના રહેણાંક મકાનેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો સાથે મળી આવેલ. વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ સાથે કુલ મુદામાલ કિ.રૂ.28090 સાથે આરોપી રાજુભાઇ જીવાભાઇ બાંભણીયા રહે.કોટડા વાળને ઝડપી પાડયો હતો અને રજાક ઉર્ફે સાહીલ બાબાભાઇ સોલંકી રહે.દે.દેવળી, પ્રતીકભાઇ ઉર્ફે લાલો લખમણભાઇ ઉર્ફે લખુભાઇ ચુડાસમા રહે.દે.દેવળી પ્રોહી મુદ્દામાલ આપનાર હાજર નહી મળી આવનાર સજાભાઇ ચાવડા રહે.કોટડા પ્રોડી મુદ્દામાલ મંગાવનાર હાજર નહી મળી આવનાર હરમીત ઉર્ફે બોબડો રૂપારેલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કોડિનારના કોટડા ગામેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ત્રણ ઝડપાયા
