યુનિવર્સિટીએ અગાઉ એમ્બેસીને પણ જાણ કરી હતી : એસઓજીએ પણ તપાસમાં ઝંપલાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં આફીકન વિદ્યાર્થીઓ અને ગ્રામજનો વચ્ચે ચાલતી માથાકૂટ હવે રતનપર બેડીથી તબદીલ થઈને ભાવનગર હાઇવે ઉપર પહોંચી છે ભાવનગર રોડ પર ત્રંબા પાસે ત્રણ આફીકન વિદ્યાર્થીઓ અને મકાન માલીક વચ્ચે મારા મારી થતા આજીડેમ પોલીસ દોડી ગઈ હતી પોલીસ તપાસમાં મકાન માલીકે સામાન બહાર ફેકી દેતા વિદેશી છાત્રો ઉશ્કેરાયા હતા અને હોટલમાં ધમાલ મચાવી હોવાનુ બહાર આવતા પોલીસે ત્રણેય વિદ્યાર્થીઓના પાસપોર્ટ-વિઝા ચેક કરી વિદ્યાર્થી અને યુનિવર્સિટીના મેનેજમેન્ટની વિશેષ પુછતાછ કરતા ત્રણ પૈકીના બે વિદ્યાર્થીઓના એક વર્ષ પુર્વે યુનિવર્સિટીમાંથી એડમીશન કેન્સલ કરી દિધાનુ અને એમ્બેસીને જાણ પણ કરી દિધાનુ બહાર આવતા એસઓજીની ટીમે પણ તપાસ હાથ ધરી હતી.
- Advertisement -
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ત્રંબાગામે રહેતા આફ્રીકન વિદ્યાર્થીઓએ હોટલમાં ધમાલ મચાવી હતી જે બનાવ અંગે વિડીયો પણ વાયરલ થયો હતો. જાણ થતા આજીડેમ પોલીસ મથકના એએસઆઈ જયેશભાઈ કુરીયા સહીતના સ્ટાફે તપાસ કરતા મારામારી કરનાર ત્રણ આફીકન વિદ્યાર્થીઓની પુછતાછ કરતા તે આર કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોય અને ત્રંબા ગામે ભાડાના મકાનમાં રહેતા હતા દરમ્યાન મકાન માલીકે મકાન ખાલી કરવાનુ કહી સામાન બહાર ફેકી દેધો હતો જેથી ઉશ્કેરાયેલા વિદેશી વિદ્યાર્થીઓએ મારામારી કરી હોવાનુ પ્રાથમીક તપાસમાં બહાર આવ્યુ હતુ પોલીસે ત્રણેય વિદેશી વિદ્યાર્થીઓના પાસપોર્ટ અને વિઝા ચેક કરી પુછતાછ કરી હતી.તેમજ આર.કે યુનિવર્સિટીના મેનેજમેન્ટની પુછતાછ કરતા ત્રણ પૈકીના બે વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસ કરતા હતા અને તેને પણ અગાઉ કોલેજમાંથી છુટા કરી દિધા હતા અને આફ્રિકન એમબીસીને તે અંગે જાણ પણ કરી દિધાનુ જણાવતા પીઆઈ જાડેજા સહીતે વધુ કાર્યવાહી કરી છે.



