કરચોરી માટે સ્વર્ગ ગણાતી સ્વિઝરલેન્ડ બેન્ક સ્વિસ બેન્કેએ ભારતીય ખાતેધારકોનું ચોથું લિસ્ટ બહાર પાડ્યું છે.
બ્લેક મની (કાળું નાણું) સંઘરવા માટે દુનિયામાં જાણીતી સ્વિઝરલેન્ડની સ્વિસ બેન્કે ભારત સાથે કરેલા અગાઉના કરાર અનુસાર, ચોથી વાર ભારતીય ખાતેદારોની વિગતો જાહેર કરી છે. સ્વિસ બેન્ક દ્વારા જારી કરવામાં આવેલા ચોથા લિસ્ટમાં ભારતના ખ્યાતનામ લોકો, સંગઠનો અને કંપનીઓના નામ સામેલ છે. જોકે સ્વિસ બેન્કે ગુપ્તતાને આધારે વધારે કંઈ જાણકારી આપી નથી. એફટીએ અનુસાર ભારતીય ખાતાઓ સાથે જોડાયેલી વિગતો દેશની મોટી સંસ્થાઓ, બિઝનેસ હાઉસ અને વ્યક્તિઓ સાથે સંબંધિત છે. વિગતોમાં, ઓળખ, ખાતાધારકનું નામ, સરનામું, રહેઠાણ તેમજ અન્ય નાણાકીય માહિતી પૂરી પાડવામાં આવી છે.
- Advertisement -
ભારત સહિત 101 દેશોના 34 લાખ નાણાકીય ખાતાઓની વિગતો
ફેડરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશન (એફટીએ)એ ભારત સહિત 101 દેશોની સાથે લગભગ 34 લાખ નાણાકીય ખાતાઓની વિગતો શેર કરી છે. બેન્ક દ્વારા ભારતને જે ચોથું લિસ્ટ સોંપવામાં આવ્યું છે તેમાં કેટલાક લોકો, કંપનીઓ અને બેન્ક ખાતા સામેલ છે.
આવકવેરા વિભાગ મની લોન્ડરિંગ, ટેરર ફંડિંગ અને કરચોરીની તપાસ કરી શકે
રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે સ્વિસ બેન્કો પાસેથી મળેલા આ બેન્કિંગ ડેટાનો ઉપયોગ મની લોન્ડરિંગ, ટેરર ફંડિંગ તેમજ કરચોરીના અન્ય કેસોની તપાસ માટે થઈ શકે છે. હવે આવકવેરા વિભાગ આ ખાતાઓ પર નજર રાખશે. સપ્ટેમ્બર 2019 માં ભારતને એઈઓઆઈ હેઠળ સ્વિઝરલેન્ડથી ખાતાની વિગતોનો પ્રથમ સેટ મળ્યો હતો. તે સમયે આ માહિતી મેળવનારા દેશોની સંખ્યા 75 હતી. સાથે જ ગયા વર્ષની વાત કરીએ તો ભારત સહિત 86 દેશો સાથે ડિટેલ શેર કરવામાં આવી હતી.
5 નવા દેશોના લોકોની ગુપ્ત માહિતી પણ શેર કરાઈ
ફેડરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશનએ આ વખતે 5 નવા દેશ અલ્બેનિયા, બ્રુનેઈ દારુસલેમ, નાઈજીરિયા, પેરુ અને તુર્કીના લોકોએ ખોલાવેલા બેન્ક ખાતાની વિગતો પણ જાહેર કરી છે.
- Advertisement -
સ્વિસ બેંકમાં 1 લાખ નવા ખાતા ખુલ્યા
ખાતાઓની વિગતો શેર કરતા એફટીએએ એમ પણ કહ્યું હતું કે આ વખતે સ્વિસ બેંકોમાં લગભગ 1 લાખ નવા ખાતા ખોલવામાં આવ્યા છે.