-ભારત-કેનેડા વિવાદના ડિપ્લોમેટીક પડઘા બાદ હિંસાની ચિંતા: સ્ટાફને પણ સાવધ કરાયા
ભારત અને કેનેડા વચ્ચેના તનાવમાં હવે અમેરિકા પણ સાવધ થઈ ગયું છે અને અમેરિકાએ તેની ધરતી પરના ભારત સહિતના દૂતાવાસો અને ડિપ્લોમેટીક સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ પર હુમલાનો ભય દર્શાવીને સાવધ રહેવા તમામ દૂતાવાસોને સંદેશા મોકલાયા છે.
- Advertisement -
કેનેડાએ શિખ નેતા જે ખાલીસ્તાની ચળવળ સાથે જોડાયેલા હતા તેની જુન માસમાં થયેલી હત્યામાં ભારતની સંડોવણીનો આક્ષેપ કરી કેનેડાએ બન્ને દેશો વચ્ચે તનાવ વધારી દીધો તથા અમેરિકા પણ આ વિવાદથી પક્ષકાર જેવી ભૂમિકા બનાવી રહ્યું છે. અમેરિકી વિદેશ વિભાગે પરીસ્થિતિનું વિશ્લેષણ કરતા તેના વિદેશ સ્થિત દૂતાવાસો તથા અમેરિકામાં વિદેશી દૂતાવાસો પર હુમલાનો ભય જાહેર કર્યો છે. અમેરિકાએ જણાવ્યું કે તેની ધરતી પર વિદેશી દૂતાવાસ કે ડિપ્લોમેટ પરના હુમલાને અત્યંત ગંભીરતાથી લેવામાં આવશે.
વિદેશમાં ભારતીય દૂતાવાસોને શિખ ફોર જસ્ટીસ સહિતના ખાલીસ્તાની સંગઠનો તરફથી હુમલાની ધમકી મળી રહી છે તેના દૂતાવાસો પણ વિદેશમાં હુમલાનો ભય દર્શાવ્યો હતો. માર્ચ માસમાંજ સાન ફ્રાન્સીસ્કોએ ભારતના કોુસ્યુલેટમાં ખાલીસ્તાની તરફી લોકો આવ્યા હતા તથા દૂતાવાસને નુકશાન પહોંચાડવાની કોશિશ કરી હતી.