ટ્વીટર સામે મેદાને પડેલા મેટાની થ્રેડ્સ એપ્લીકેશનને પ્રથમ જ દિવસે પ્રચંડ પ્રતિસાદ મળતા ટ્વીટરના માલિક ધુંધવાયા હોય તેમ થ્રેડ્સ સામે કેસ કરવાની ધમકી આપી છે. ટ્વીટરે વકીલ એલેકસ સ્પીરો મારફત ફેસબુક પેરેન્ટના સીઇઓ માર્ક ઝુકરબર્ગને મોકલેલા પત્રમાં તેના નવા થ્રેડ્સ પ્લેટફોર્મ પર કેસ કરવાની ધમકી આપી છે.
સ્પિરોએ તેના પત્રમાં, મેટા પર ટ્વીટરના ભૂતપૂર્વ કર્મચારીઓને નોકરી પર રાખવાનો આરોપ મૂક્યો હતો, જેમની પાસે “ટ્વીટરના વેપાર રહસ્યો અને અન્ય અત્યંત ગોપનીય માહિતીનો ઍક્સેસ હતો,’ ન્યૂઝ વેબસાઇટ સેમાફોરે પ્રથમ અહેવાલ આપ્યો હતો. “ટ્વીટર તેના બૌદ્ધિક સંપદા અધિકારોને સખત રીતે લાગુ કરવા માંગે છે, અને માંગ કરે છે કે મેટા કોઈપણ ટ્વીટર વેપાર રહસ્યો અથવા અન્ય અત્યંત ગોપનીય માહિતીનો ઉપયોગ કરવાનું બંધ કરવા માટે તાત્કાલિક પગલાં લે,’
- Advertisement -