જૈનોના તમામ ફીરકાના સમાજ શ્રેષ્ઠીઓ, આગેવાનો, શ્રાવક-શ્રાવિકાઓ અદ્ભુત એકતાનો પરિચય કરાવતા ઉપસ્થિત રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આગામી તા. 10ના રોજ રાજકોટનો સમસ્ત જૈન સમાજ ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરવા જઈ રહ્યો છે ત્યારે આ ઉજવણીના ભાગરૂપે રાજકોટના સ્થાનકવાસી, દેરાવાસી, શ્રીમદ્ રાજચંદ્ર ટ્રસ્ટ તેમજ દિગંબર શ્રીસંઘો તથા જૈન સાથી સંસ્થાઓના તમામ સભ્યો સહિતનો સમગ્ર જૈનસમાજ એક ભાણે બેસીને સંપૂર્ણ જયણાપૂર્વકની વિધિથી બનાવેલા ગૌતમ પ્રસાદનો લાભ લેશે. ગત વર્ષે 5600 જેટલા જૈન શ્રાવક-શ્રાવિકાઓ તથા મોટી સંખ્યામાં જૈનેતરોએ પણ આ ગૌતમ પ્રસાદનો લાભ લીધો હતો.
શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણમાં હજારોની સંખ્યામાં જૈનો જેમાં ચારેય ફીરકાના જૈનો, વિવિધ સંઘો, સાથી સંસ્થાઓ, સોશિયલ ગ્રુપો, મહિલા મંડળ, યુવક મંડળ સહિતના જૈનોનો સમાવેશ થાય છે. તેઓ તમામ કાર્યક્રમો ભાવભેર જોડાય છે. આ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો જન્મ કલ્યાણકના દિવસ પૂર્વે શરૂ થઈ જતાં હોય છે જે અંતર્ગત આગામી તા. 5ના રોજ ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધા, તા. 6ના રોજ ઓપન રાજકોટ ચિત્ર સ્પર્ધા, તા. 9ના રોજ ભગવાન મહાવીરના બાળ સ્વરૂપને કાલાવાલા કરવાનો અનેરો અવસર એટલે વિર પ્રભુનું પારણું, તા. 10ના રોજ આયોજિત બાળકોની વેશભુષા સ્પર્ધા, અનેકવિધ ફ્લોટ સાથેની મણિયાર દેરાસર, ચૌધરી હાઈસ્કૂલથી પ્રારંભ થઈ સુશોભીત રૂટ ઉપર ફરીને જૈન મોટા સંઘ ખાતે પૂર્ણ થનારી ધર્મયાત્રા, ધર્મસભા તથા અંતે હાજરોની સંખ્યામાં શ્રાવકો જેનો લાભ લેશે.
વર્ષોથી પરંપરાગત રીતે પીરસાતી વાનગીઓ સાથેનો આ ગૌતમ પ્રસાદ બનાવવા માટે સંપૂર્ણ જયણાપૂર્વકની વિધિનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ માટે બનેલી કમિટીના સભ્યો દ્વારા ખૂબ જ ચિવટપૂર્વક બનતા આ ગૌતમ પ્રસાદનો લાભ લેવો પણ એક લ્હાવો છે. ગયા વર્ષે 5600થી પણ વધુ લોકોએ ગૌતમ પ્રસાદનો લાભ લીધો હતો. આ વર્ષે આ સંખ્યા તેનાથી પણ વધુ થશે તેવો આશાવાદ કમિટી દ્વારા સેવાઈ
રહ્યો છે.
આ ગૌતમ પ્રસાદની સુંદર વ્યવસ્થા માટે કમિટીના અનીલભાઈ દેસાઈ, જયેશભાઈ વસા, કમલેશભાઈ શાહ, વિભાશભાઈ શાહ, હીતેશભાઈ મહેતા, જયભાઈ ખારા, મુકેશભાઈ દોશી, જનેશભાઈ અજમેરા, નૈમિશભાઈ મહેતા, ભાવિકભાઈ શાહ, દર્શનભાઈ શાહ, શૈલેષભાઈ માઉં, જીતુભાઈ મારવાડી, જુગલભાઈ દોશી, કુશલભાઈ કોઠારી, ધર્મેશભાઈ બખાઈ વિગેરે ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે.
આ વખતના ગૌતમ પ્રસાદના દાતા તરીકે રૂષભભાઈ ચંદ્રકાંતભાઈ શેઠ, માતા કાંતાબેન રમણીકભાઈ દેસાઈ હ. મલયભાઈ અનીલભાઈ દેસાઈ, માતા કંચનબેન રમણીકભાઈ શેઠ હ. જીગરભાઈ શેઠ, માતા તારામતીબેન ઈશ્ર્વરભાઈ દોશી હ. રાજન મુકેશભાઈ દોશી, માતા અનસુયાબેન નટવરલાલ શેઠ પરિવાર, માતા લીલમબેન નગીનદાસ ગોડા વિરેશભાઈ, હરેનભાઈ, ચંદ્રેશભાઈ, રતીગુરુ ચેરિ. ટ્રસ્ટ હ. ટી.આર. દોશી, રસીલાબેન ચીમનલાલ માટલીયા અલ્કાબેન દીપકભાઈ માટલીયા અને નિકીતાબેન રૂપેશભાઈ માટલીયા, ભાવનાબેન નવીનચંદ્ર અજમેરા દિપ, દેવ જેનાશભાઈ અજમેરા અને પરમ પારસભાઈ અજમેરા, ભાવનાબેન હસમુખભાઈ શાહ પરિવાર હ. દર્શનભાઈ શાહ, નીલમબેન જયકાંતભાઈ વાધર અનીષભાઈ અને ભાવિનભાઈ, સુધાબેન જયેશભાઈ શાહ, ભાવિક શાહ, માતુશ્રી ચંપાબેન દલીચંદભાઈ શેઠ મીહીર વિભાશભાઈ શેઠ, વિરેન્દ્રભાઈ, ગીરીશભાઈ, જીતેન્દ્રભાઈ, સુનીલભાઈ ખારા પરિવાર, દામીનીબેન પિયુષભાઈ કામદાર હ. જય અને વિશેષ, ચંદ્રાબેન નટવરલાલ શાહ હ. જાગૃતિબેન કમલેશભાઈ શાહ અને સુનીતાબેન જીજ્ઞેશભાઈ શાહ, કલાવંતનીબેન ભુપતભાઈ માઉં હ. શીલાબેન શૈલેષભાઈ માઉં, ગુલાબબેન અનીલભાઈ મહેતા તથા વિભાબેન હીતેશભાઈ મહેતા પરિવાર, દોશી ઈલેકટ્રીક ડેકોરેશન હ. જુગલભાઈ દોશી અને નયનભાઈ દોશી, દક્ષાબેન ભોગીલાલ બખાઈ હ. રિદ્ધિબેન ધર્મેશકુમાર બખાઈ, મીનાબેન પ્રવિણભાઈ કોઠારી હ. કુશલભાઈ કોઠારી, વસંતપ્રભાબેન હસમુખભાઈ વસા પરિવાર, સાધનાબેન જીતેન્દ્રભાઈ મારવાડી અને સંઘવી શકુંતલાબેન મોહનલાલજી ખીવસરા દમયંતીબેન ભોગીલાલ દોશી હ. ભરતભાઈ દોશી- અમરેલી, સ્વ. મધુબેન જીતેન્દ્રભાઈ દોશી હ. દર્શનાબેન આશીતભાઈ, અલ્પાબેન કુશાંગભાઈ માતુશ્રી સગુણાબેન દિલીપભાઈ ઉદાણી હ. સુજીત, પારૂલ, પ્રિયંકા, પુજા, માતુશ્રી હિરાલક્ષ્મીબેન જે. કોઠારી હ. ધિમંત ચારુ, કૌશિક, જીતુ દિપ્તી, હસ્તિ વગેરેએ લાભ લીધો છે.
આજે ‘ખાસ-ખબર’ની મુલાકાતે નયનભાઈ દોશી, હીતેશભાઈ મણીયાર, કૌશલભાઈ કોઠારી, ધર્મેશભાઈ બખાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.