વેન્ચુરા કાઉન્ટીના હેસ્લી કેન્યોનમાં ગુરુવારે બપોરે 1.30 વાગ્યે આગ શરૂ થઈ હતી, જે માત્ર પાંચ કલાકમાં 2.3 ચોરસ માઇલના વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. લોસ પેડ્રેસ નેશનલ ફોરેસ્ટમાં લાગેલી એક અલગ આગ હવે 154 ચોરસ માઇલના વિસ્તારને બાળી રહી છે.
કેન્યોન આગ ગુરુવારે બપોરે 1:25 વાગ્યે હાઇવે 126 અને કાસ્ટેઇક નજીક શરૂ થઈ હતી
- Advertisement -
ગુરુવારના અંત સુધીમાં, આગ 4,856 એકર સુધી વધી ગઈ હતી અને કોઈ નિયંત્રણ નહોતું
લેક પીરુ અને વાલ વર્ડે નજીકના ઝોન માટે ફરજિયાત સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે
2,700 થી વધુ રહેવાસીઓ અને 700 ઇમારતોને ખાલી કરાવવાના આદેશો હેઠળ છે
- Advertisement -
લોસ પેડ્રેસ નેશનલ ફોરેસ્ટમાં લેક પિરુ નજીક ગુરુવારે બપોરે શરૂ થયેલી આગ તીવ્ર ગરમી, ઓછા ભેજ અને તેજ પવનને કારણે ચિંતાજનક ગતિએ ફેલાઈ હતી અને દરેક બે સેકન્ડે ફૂટબોલના મેદાન જેટલી જગ્યા બાળી નાખી હતી.
ગુરુવાર રાત સુધીમાં આગ પર કોઈ નિયંત્રણ મેળવી નહોતુ શકાયું. લોસ એન્જલસ કાઉન્ટીમાં રહેતા લગભગ 2700 રહેવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા જ્યારે 700 જેટલા મકાનોને આદેશ અપાયા હતા અને બીજા 14 હજારથી વધુ લોકોને સ્થળાંતર માટે તૈયાર રહેવા જણાવાયું હતું. વેન્ચુરા કાઉન્ટીમાં લેક પિરુ મનોરંજન એરિયા સહિત પાંચ ઝોનમાં સ્થળાંતરના આદેશ અપાયા હતા, જો કે અનેક પ્રભાવિત વિસ્તારોમાં વસતી ખૂબ જ ઓછી હતી.
250થી વધુ અગ્નિશમન કર્મીઓ હેલિકોપ્ટરો અને ટેન્કરોની મદદથી આ કઠિન વિસ્તારમાં આગ સામે ઝઝૂમી રહ્યા છે. આ જોખમી પરિસ્થિતિ સાથે રેકોર્ડ તોડ ગરમી છે. 20થી 30 માઈલ પ્રતિ કલાકે ફૂંકાતા પવનને કારણે આગ બૂઝાવવાના પ્રયાસ જટિલ બની રહ્યા છે.
આ કેન્યોન ફાયર અગાઉ પશ્ચિમ વિસ્તારમાં અનેક મોટી આગ લાગી છુકી છે. કેલિફોર્નિયાની ગિફોર્ડ આગ (99 હજાર એકરમાં), એરિઝોનાની ડ્રેગન બ્રેવો આગ અને ઉટાહની મોનરો કેન્યોન આગ તેમાં મુખ્ય હતી. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે આબોહવા પરિવર્તન, ઈંધણને કારણે થતું પ્રદુષણ અને વધતા સુકા ઘાસને કારણે વારંવાર તીવ્ર અને ઝડપથી ફેલાતી આગની ઘટનાઓ બની રહી છે.