આ લોકમેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે
ભીડ વધુ છે તેવું જણાશે તો એન્ટ્રી બંધ કરી દેવાશે, દરેક પોલીસ કર્મી તથા વ્યવસ્થા કમિટીના મેમ્બરોને વોકીટોકી અપાશે
- Advertisement -
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગઉછઋ, જઉછઋ, ફાયર, 108 એમ્બ્યુલન્સ સહિતની ટીમ ખડેપગે રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. તા. 14થી 18 ઓગસ્ટ પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર-ગુજરાતના 15 લાખથી વધુ લોકો લોકમેળાને માણશે. જો કે, આ વખતે લોકમેળામાં મનોરંજન ઉપર વધુ ધ્યાન અપાયું છે. જેમાં રોજ અલગ અલગ કાર્યક્રમો યોજાશે. ડાન્સ, મ્યુઝિકલ, ડ્રામા સહિતની 34 આઈટમો રજૂ કરાશે જ્યારે સંસ્કૃતિને અનુરૂપ રોજ અલગ અલગ પર્ફોમન્સ રખાયા છે. જેમાં તા. 14 અઘોરી ગ્રુપ, 15 તારીખે અલ્પાબેન પટેલ, 16 તારીખે રાજુભાઈ જાદવ, 17 તારીખે રાજ ગઢવી અને 18મીએ અનિરુદ્ધ આહીરનો કાર્યક્રમ યોજાશે.
- Advertisement -
આ વચ્ચે પ્રથમ વખત મેળામાં 234 માંથી 24 જેટલા સ્ટોલ અને પ્લોટ ખાલી છે. જો કે, બેથી ત્રણ દિવસમાં તેની ફાળવણી થઈ જશે તેવું રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે જણાવ્યું હતું. સકોર્સ મેદાનમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ચકડોળ ગોઠવાઈ રહ્યા છે તો પોલીસ અને વહીવટી તંત્ર સહિતના કંટ્રોલરૂમના ડોમ ઊભા કરી દેવાયા છે. હાલ વરસાદને ધ્યાનમાં રાખીને લોકમેળાના ગ્રાઉન્ડમાં પાણી ન ભરાય તે માટે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા કપચી પાથરી જમીન સમથળ કરવામાં આવી છે.
કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, ભીડ નિયંત્રણ માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. લોકમેળામાં રાખવામાં આવતા સ્ટોલ અને પ્લોટ ન વચ્ચે એ રીતે જગ્યા રાખવામાં આવશે કે આગ કે અન્ય કોઈપણ પ્રકારની આકસ્મિક ઘટના બને તો તે વખતે ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી શકે તે પ્રકારના ડેડીકેટેડ રસ્તા રાખવામાં આવશે. આ સાથે જ લોકમેળામાં ઈઈઝટ થી એવું માલુમ પડશે કે એક સમયે વધુ ભીડ એકઠી થઈ ગઈ છે તો અમુક સમય માટે એન્ટ્રી ગેટ ઉપર લોકોનો પ્રવેશ અટકાવી દેવામાં આવશે અને ત્યારબાદ ફરી પ્રવેશ શરૂ કરવામાં આવશે જેથી કરીને પાંચ દિવસના મેળા દરમિયાન લોકમેળામાં આવતા લોકોની સુરક્ષા જળવાઈ રહે.