કેટલાય લોકો પોતાના ઘરને વાસ્તુ પ્રમાણે બનાવતા હોય છે. જેમાં રસોડાનો પણ ખાસ રોલ હોય છે. જે પ્રમાણે ફ્રીજને એક ખાસ સ્થાન પર રાખવુ જોઈએ. ફ્રીજને એવી જગ્યા પર રાખવુ જોઈએ કે તે જોવામાં પણ ખૂબ સારું લાગે અને વાસ્તુના નિયમ પ્રમાણે અનુરૂપ હોય. એવામાં આવો જાણીએ કે આ કેવીરીતે શક્ય છે?
- Advertisement -
ફ્રીજ અને દીવાલ વચ્ચે અંતર જાળવો
વાસ્તુ પ્રમાણે ફ્રીજને ઉત્તર-પૂર્વ દિશામાં ના રાખવુ જોઈએ. આ સાથે આ દીવાલ અને ખૂણાથી ઓછામાં ઓછુ એક ફૂટના અંતરે રહેવુ જોઈએ. જો તમે ફ્રીજને રાખવામાં આ વાતનુ ધ્યાન નહીં રાખો તો તમારા પરિવારજનોએ બિમારીની સાથે-સાથે નાણા ભીડનો પણ સામનો કરવો પડી શકે છે. આ સાથે ફ્રીજને હંમેશા એવી જગ્યાએ રાખવુ કે તેના પર સીધો તડકો ના આવે. ખાસ કરીને ગરમીના મહિનામાં ફ્રીજને રાખવામાં આ વાતનુ ધ્યાન રાખવુ જોઈએ.
- Advertisement -
ફ્રીજને પશ્ચિમ દિશામાં રાખવાના ફાયદો
જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં પરિવારજનો વચ્ચેના સંબંધમાં મધુરતા રહે અને બધા લોકો સુખ-શાંતિથી એકબીજાની સાથે રહે તો તમારે ફ્રીજ પશ્ચિમ દિશા તરફ રાખો.