ભારતને તેની પહેલી વોટર મેટ્રો આવતીકાલે મંગળવારે એટલે કે 25મી એપ્રિલે મળશે અને એ વોટર મેટ્રો કેરળના કોચી જિલ્લામાં શરૂ કરવામાં આવશે.
દેશને એક એવી મેટ્રો ટ્રેન મળવા જઈ રહી છે, જે ન તો હવામાં એટલે કે એલિવેટેડ હશે કે ન રસ્તા પર અને ન તો અંડરગ્રાન્ડ દોડશે. આ ટ્રેન દરેક વ્યક્તિ પાણી પર ચાલતી જોશે.
- Advertisement -
જણાવી દઈએ કે ભારતને તેની પહેલી વોટર મેટ્રો આવતીકાલે મંગળવારે એટલે કે 25મી એપ્રિલે મળશે અને એ વોટર મેટ્રો કેરળના કોચી જિલ્લામાં શરૂ કરવામાં આવશે. આ સાથે જ મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 એપ્રિલે વોટર મેટ્રોને લીલી ઝંડી બતાવશે. આ વિશે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે કોચી વોટર મેટ્રો રાજ્યના જળ પરિવહન ક્ષેત્રમાં મોટી ક્રાંતિ લાવશે અને રાજ્યના પ્રવાસનને પ્રોત્સાહન આપશે.
A significant enhancement to Kochi's infrastructure! The Kochi Water Metro would be dedicated to the nation. It will ensure seamless connectivity for Kochi. pic.twitter.com/SAvvEz8SFt
— Narendra Modi (@narendramodi) April 23, 2023
- Advertisement -
કોચી વોટર મેટ્રો વિશે 10 ખાસ વાતો
– કોચી શિપયાર્ડ લિમિટેડ દ્વારા નિર્મિત આ મેટ્રો પ્રોજેક્ટ 8 ઇલેક્ટ્રિક હાઇબ્રિડ બોટ સાથે શરૂ થશે.
– કોચી વોટર મેટ્રો પોર્ટ શહેર અને તેની આસપાસના 10 ટાપુઓને જોડશે.
– આ ડ્રીમ પ્રોજેક્ટ કેરળ સરકાર અને જર્મન ફર્મ KfW દ્વારા ફંડ કરવામાં આવ્યો છે.
– કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટમાં કુલ 78 ઇલેક્ટ્રિક બોટ અને 38 ટર્મિનલનો સમાવેશ થાય છે.
– પહેલા તબક્કામાં કોચી વોટર મેટ્રો સેવા હાઇકોર્ટ-વાયપિન ટર્મિનલ અને વ્યાટિલા-કક્કનાડ ટર્મિનલથી શરૂ થશે અને કેરળના સીએમ અનુસાર મુસાફરો ટ્રાફિકમાં ફસાયા વિના 20 મિનિટથી ઓછા સમયમાં હાઈકોર્ટ ટર્મિનલથી વાઈપિન ટર્મિનલ સુધી પહોંચી શકશે. વ્યાટિલાથી વોટર મેટ્રો દ્વારા 25 મિનિટમાં કક્કનાડ પહોંચી શકાય છે.
– કોચી વોટર મેટ્રો ટિકિટની વાત કરીએ તો બોટની મુસાફરી માટે લઘુત્તમ ભાડું 20 રૂપિયા છે. નિયમિત મુસાફરો માટે વિકલી અને મંથલી પાસ ઉપલબ્ધ છે. કોચી વન કાર્ડનો ઉપયોગ કરીને કોચી મેટ્રો ટ્રેન અને કોચી વોટર મેટ્રોમાં મુસાફરી કરી શકો છો. આ સાથે જ કોચી વન એપ દ્વારા ડિજિટલ રીતે ટિકિટ બુક કરી શકાય છે.
– કોચી વોટર મેટ્રો લિથિયમ ટાઇટેનેટ સ્પિનલ બેટરી પર ચાલશે.
– વોટર મેટ્રો ઇકો-ફ્રેન્ડલી છે અને વિકલાંગ લોકો માટે પણ સલામત માનવામાં આવે છે.
– બોટ ACહશે અને વિશાળ બારીઓ પણ હશે.
– કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટનો કુલ ખર્ચ 1,137 કરોડ રૂપિયા છે.