-જાપાનની મિયાજાકી પ્રકારની આ કેરી સિલીગુડ્ડીની મેંગો ફેસ્ટીવલમાં પ્રદર્શિત
એક કિલો કેરીની કિંમત શું હોઈ શકે? કયારેય સાંભળ્યુ છે એક કિલો કેરીની કિંમત આઈફોનથી પણ વધુ હોઈ શકે? જીહા, આંતર રાષ્ટ્રીય બજારમાં એક એવી કેરીની જાત આવી છે જેની એક કિલોની કિંમત અધધધ પોણા ત્રણ લાખ રૂપિયા છે.
- Advertisement -
સીલીગુડ્ડીની મેંગો ફેસ્ટીવલમાં સૌથી મોંઘી કેરીઓ પ્રદર્શિત કરાઈ છે. જાપાની પ્રકારની આ કેરી આઈફોનનાં ફલેગશીપ ફોનથી પણ મોંઘી છે. જેની આંતર રાષ્ટ્રીય બજારમાં કિંમત રૂા.2.75 લાખ કિલોની છે.
આ સૌથી મોંઘી કેરીનું નામ મિયાજાકી છે. તેને સૌથી પહેલા 1940 માં કેલિફોર્નીયામાં ઉગાડાઈ હતી. ત્યારબાદ આ કેરીની પ્રજાતિને જાપાનની મિયાજાકી શહેરમાં લાવવામાં આવી હતી અને અહી તેના સૌથી વધુ બગીચા બની ગયા હતા. હવે બંગાળના વિસ્તારમાં પણ તેના બગીચા લગાવવામાં આવી રહ્યા છે.
એસોસીએશન ફોર કન્ઝર્વેશન એન્ડ ટુરીઝમનાં સંયોજક રાજ બસુએ જણાવ્યું હતું કે, યુનેસ્કોએ અપીલ કરી છે કે બાંગ્લાદેશ દાર્જીંલીંગ હિમાલયન રેલવે કોરીડોરમાં સોમપુર પહાડપુર મહા વિહારને ટુંક સમયમાં જ મેંગો હેરીટેજ કોરીડોર જાહેર કરવામાં આવશે.