ટેલીકોલર ગ્રાહકોને બોલાવી રૂા. 4100 લેતો : સંચાલક સહિત ત્રણ ઝડપાયા
છ માસથી હોટલમાં દલાલ મારફતે દેહ વ્યાપાર કરાવતા પિતા-પુત્રની ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી હોટલો અને સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપાર સદંતર નાબૂદ કરવા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે સ્પાની આડમાં થતું યુવતીઓનું શોષણ બંધ કરાવવા અને લોહીના વેપલા અટકાવ મળેલી સૂચના અન્વયે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે રવિવારે વધુ બે સ્થળો જેમાં એક હોટલ અને એક સ્પાનો સમાવેશ થાય છે તે બે સ્થળે દરોડા પાડી કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે મોટી ટાંકી પાસે એનો થાઈ સ્પામાં દરોડો પાડી સંચાલક સહીત ત્રણ આરોપીઓની ધરપકડ કરી લોહીના વેપલામાં ધકેલાયેલી 9 યુવતીઓને મુકત કરાવી હતી જયારે એસટી બસ સ્ટેન્ડ પાસે હોટલ હરી પેલેસમાં છ માસથી દેહ વેપાર ચાલવતા સંચાલક સહીત બે શખસોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી પોલીસે લાલ આંખ કરતા દેહ વ્યાપાર કરાવતા શખ્સોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
રાજકોટના મોટી ટાંકી પાસે પ્રતિભા કોમ્પલેક્ષમાં બે વર્ષથી ચાલતા એનો થાઈ સ્પામાં સ્પાની આડમાં યુવતીઓને રાખી તેમની પાસે દેહ વ્યાપાર કરાવી સંચાલકો કુટણખાનુ ચલાવતા હોવાની સચોટ માહીતી આધારેએન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઈ ભાર્ગવસિંહ ઝણકાંત અને તેમની ટીમે દરોડો પાડી ટેલીકોલર તરીકે નોકરી કરતા શિવનાથસિંહ રામભજનસિંહ ભદોરિયા, સ્પા સંચાલક નરેન્દ્રસિંહ ભુપતસિંહ રાઠોડ અને મેનેજર પ્રવિણ રમેશ વોરાની ધરપકડ કરી હતી સ્પામાં તપાસ કરતા 9 મહિલાઓ મળી આવી હતી જે તમામને પોલીસે મુકત કરાવી હતી સ્પાની આડમા કુટણખાનુ ચલાવતા હોવાનો પોલીસે પર્દાફાશ કર્યો છે પોલીસની પ્રાથમિક તપાસમાં ટેલીકોલર તરીકે કામ કરતો શિવનાથસિહ ભદોરીયા ગ્રાહકોને ફોન કરી બોલાવતો હોવાનું જાણવા મળ્યું હતું તે ગ્રાહકો પાસેથી 4100 રૂપીયા લઈને 3100 યુવતીઓને આપતો હતો પ્રનગર પોલીસ મથકમાં ત્રિપુટી સામે ગુનો નોધી આરોપીઓની ધરપકડ કરી તેની પાસેથી 14,600 રોકડા અને ત્રણ મોબાઈલ સહીત કુલ 49,600નો મુદામાલ કબ્જે કર્યો હતો આ ઉપરાંત રાજકોટ બસ પોર્ટ પાછળ આવેલી હોટલ હરી પેલેસમાં પણ આ પ્રકારનું કુટણખાનું ચાલતું હોવાની સચોટ બાતમી આધારે બીજો દરોડો ત્યાં પાડ્યો હતો પોલીસે હોટલ સંચાલક પ્રવિણ પ્રાગજીભાઈ ટાંક અને તેના પુત્ર નૈમીશની ધરપકડ કરી હતી પોલીસે તેની પાસેથી રોકડ-મોબાઈલ મળી 29,800નો મુદામાલ કબ્જે કર્યો હતો પિતા-પુત્રની પૂછતાછમાં તેઓ છેલ્લા છ માસથી હોટલમાં કુટણખાનુ ચાલવતા હોવાનું સામે આવ્યું છે દલાલ આકાશ મોન્ડલ મારફતે ગ્રાહકોને યુવતીઓના ફોટા મોકલી તેને બોલાવી ધંધો કરાવતા હતા જેમા ગ્રાહકો પાસેથી 2000 લઈ અને યુવતીઓને 500 આપતા હોવાનુ જાણવા મળ્યું છે પોલીસે દલાલની શોધખોળ હાથ ધરી છે.



