સ્વચ્છતા સર્ટિફિકેટમાં પણ RMCની ગોઠવણ? લોકોમાં ચર્ચા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2024-2025 અંતર્ગત રાજકોટ શહેરને સમગ્ર ગુજરાતમાં ત્રીજો ક્રમ અને સમગ્ર ભારતના 4589થી વધુ શહેરોમાંથી 19મો રેન્ક પ્રાપ્ત થયો છે. પરંતુ રેન્ક પ્રાપ્ત કરવાથી શહેર સ્વચ્છ નથી થતું તેના માટે વાસ્તવિકતા રીતે શહેરમાંથી ગંદકી ઓછી થવી જોઈએ. ત્યારે લોકોમાં ચર્ચા થઈ રહી છે કે, શું સ્વચ્છતા સર્ટિફિકેટમાં પણ રાજકોટ મહાનગરપાલિકાએ ગોઠવણ કરી છે. કારણ કે, રાજકોટમાં મુખ્ય વિસ્તારો, રસ્તાઓ જ્યાં કચરાના ઢગલા જોવા મળે છે એક ઈંચ વરસાદ પડે તો કચકાણનું સામ્રાજ્ય ખડું થઈ જાય છે. તો પછી રાજકોટ શહેરને સ્વચ્છ સર્વેક્ષણમાં 2024- 2025માં કુલ 12500 માર્ક્સમાંથી 10634 માર્ક્સ કઈ રીતે મળ્યા તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
સ્વચ્છ સર્વેક્ષણમાં ગુજરાતમાં રાજકોટ ત્રીજા ક્રમે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ
શહેરમાંથી ગંદકી ઓછી થઈ જ નથી તો ક્રમ કેમ સુધર્યો? શહેરમાં ઠેર-ઠેર ગંદકીના ગંજ: RMC નિંદ્રામાં!
સમગ્ર ભારતના 4589થી વધુ શહેરોમાંથી રાજકોટ 19મા ક્રમે: ગયા વર્ષે 37મો રેન્ક હતો



