એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરના લોકપ્રિય ગીત ‘નાટૂ-નાટૂ’એ આજે ગોલ્ડન ગ્લોબમાં એવોર્ડ જીતીને ભારતીય સિનેમાના ઈતિહાસમાં એક સુવર્ણ પીંછુ જોડ્યુ છે. ફિલ્મના કોરિયોગ્રાફર પ્રેમ રક્ષિતે પોતાની આ એચિવમેન્ટ પર પ્રકાશ પાડ્યો છે.
ખુશીથી ઝુમી ઉઠ્યા ‘નાટૂ-નાટૂ’ના કોરિયોગ્રાફર
- Advertisement -
ફિલ્મ RRRના લોકપ્રિય ગીતે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી છે. જેટલી એનર્જીથી ભરેલુ આ ગીત છે, તેટલી એનર્જીથી ભરપૂર તેનો ડાન્સ. આ ગીતને કોરિયોગ્રાફ કર્યો છે સાઉથના જાણીતા કોરિયોગ્રાફર પ્રેમ રક્ષિતે. નાટૂ-નાટૂના કોરિયોગ્રાફર પ્રેમ રક્ષિતે વાતચીત દરમ્યાન જણાવ્યું, હું સંપૂર્ણ રીતે બ્લેક છુ. કઈ પણ કહેવામાં અસમર્થ છુ. હું બહૂ ખુશ છુ. જેને દર્શાવી શકુ તેમ નથી. હું અત્યારે બસ મંદિરે જઇને ભગવાનને આભાર કહેવા માંગુ છુ. હું રાજામૌલી સરનો પણ આભાર માનુ છુ કે તેમણે મારી પર વિશ્વાસ મુક્યો. આજે મારો કોન્ફિડન્સ ઘણો વધી ગયો છે.
પ્રેમ વધુમાં કહે છે, અત્યારે મારી ટીમ સાથે વાતચીત થઇ છે. તેઓ ઉજવણી કરી રહ્યાં છે. પોતાના પ્રોજેક્ટને ગ્લોબલ પ્લેટફોર્મ પર જોવો મોટી વાત છે. રાજામૌલી સરના કારણે આ શક્ય થયુ છે. મને આખી રાત ઊંઘ આવતી નહોતી. હું ભારતમાં જ શૂટ કરી રહ્યો છુ, પરંતુ મારું ધ્યાન તેની પર હતુ.
This is not just RRR’s victory. It’s a victory for Indian cinema as a whole. I congratulate my Peddanna, MM Keeravani Garu, on achieving this incredible feat at the #GoldenGlobes. So proud to see the world dance to his electrifying beats in #NaatuNaatu: SS Rajamouli, RRR Director https://t.co/2rzhedLNmk pic.twitter.com/isyHztNADz
- Advertisement -
— ANI (@ANI) January 11, 2023
20 દિવસમાં થયુ ગીતનુ શુટિંગ
ગીતની શુટિંગ અને રીટેક પર વાતચીત કરતા પ્રેમ જણાવે છે, આ ગીતને શુટ કરવામાં 20 દિવસ થયા હતા અને 43 રીટેક્સમાં શુટીંગ કમ્પલીટ થયુ હતુ. આ 20 દિવસમાં રિહર્સલની સાથે-સાથે અમે ગીતનુ શુટિંગ પણ પુરું કર્યુ હતુ. જો કે, આ ગીતને કોરિયોગ્રાફ કરવામાં મને બે મહિના થયા હતા. હું રાજામૌલી સર સાથે એક લાંબા સમયથી જોડાયો છુ. જ્યારે તેઓ મારી પાસે ગીત લઇને આવ્યા તો હું પહેલા ડરી ગયો હતો. બંને સુપરસ્ટારને એકસાથે નચાવવા ખૂબ મોટી વાત હતી. હું આ પ્રેશરમાં રહેતો હતો ક્યાક મારા કારણે આ સુપરસ્ટાર એકબીજાથી નીચા ના દેખાય. મારે બંનેને સમાન એનર્જીમાં બતાવવાના હતા.