રત્નશાસ્ત્રમાં કુંડળીના ગ્રહોની સ્થિતિ અનુસાર રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવી છે. કુંડળીમાં ગ્રહોની અશુભ અસરોને ઓછી કરવા અને શુભ ફળ પ્રાપ્ત કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં રત્નોની વાત કરવામાં આવી છે. દરેક ગ્રહ અનુસાર રત્નોનો ઉલ્લેખ કરવામાં આવે છે. રત્ન ધારણ કરવાથી વ્યક્તિને ધનલાભ, કારકિર્દી, શિક્ષણ, વ્યવસાય અને દાંપત્ય જીવન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવા રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. આવો જાણીએ બુધ ગ્રહ સાથે જોડાયેલા રત્ન અને તેને ધારણ કરવાની પદ્ધતિ વિશે.
- Advertisement -
મિથુન રાશિ માટે પન્ના રત્ન ખુબ લાભદાઈ
રત્ન શાસ્ત્રમાં ગ્રહ અનુસાર રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મિથુન રાશિના જાતકો માટે પન્ના રત્ન ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષીય સલાહ સાથે, આ રાશિના જાતકોએ લીલા રંગનો પન્ના પહેરવો જોઈએ. કોઈ પણ માણસની કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો તેને મજબૂત કરીને બુધની મહાદશાથી મુક્તિ મેળવવા માટે તેને ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.
અડચણો થશે દુર
પન્ના ધારણ કરવાથી વ્યક્તિના ધંધામાં આવતી અડચણો દૂર થાય છે અને સાથે જ આવકના નવા રસ્તા ખુલે છે. આ સાથે આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે પણ ધારણ કરવામાં આવે છે. પન્ના રત્ન વ્યક્તિને દેવામાંથી મુક્તિ અપાવે છે.
- Advertisement -
બુધવારે ધારણ કરવો પન્ના રત્ન
પન્ના રત્ન બુધ ગ્રહ સાથે સંબંધિત છે. બુધવારે ધારણ કરાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આશ્લેષા કે જ્યેષ્ઠા નક્ષત્રમાં પન્ના રત્ન ધારણ કરવાથી અનેક ગણો લાભ મળે છે. પન્ના રત્નને સોના, ચાંદી અથવા પ્લેટિનમ વીટીમાં પહેરી શકાય છે. તેને પહેરતા પહેલા બુધવારે ગાયનું તાજું દૂધ અને ગંગાજળના મિશ્રણથી તેને શુદ્ધ કરો. આ પછી પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખીને “ઓમ બંધાય નમઃ” મંત્રની 3 માળાનો જાપ કરો. ત્યારબાદ જમણા હાથના કનિષ્ઠા આંગળીમાં વીંટી પહેરો.