કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ પાર્ટીના અધ્યક્ષ પદની ચૂંટણીની નિષ્પક્ષતા પર સવાલો ઊભા કર્યા છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ પાર્ટીના અધ્યક્ષ પદની ચૂંટણીની નિષ્પક્ષતા પર સવાલો ઊભા કર્યા છે. તેમણે બુધવારે કહ્યું કે, નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી માટે એ જરૂરી છે કે, પાર્ટીની મતદાર યાદી પાર્ટીની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવે. આ અગાઉ પાર્ટીએ કેન્દ્રીય ચૂંટણી સત્તાના પ્રમુખ મધુસુદન મિસ્ત્રીએ કહ્યું હતું કે, અધ્યક્ષની ચૂંટણી કરનારી પ્રતિનિધિઓની યાદી પ્રદેશ કોંગ્રેસ કમિટિના કાર્યાલયમાં રહેશે અને જે ચૂંટણી લડશે, તેમને તે આપવામાં આવશે.
- Advertisement -
1/1 With great respect @MD_Mistry ji How can there be a fair & free election without a publicly available electoral roll ? Essence of a fair & free process is the names & addresses of the electors must be published on @INCIndia website in a transparent https://t.co/7lRqSwqseV
— Manish Tewari (@ManishTewari) August 31, 2022
- Advertisement -
લોકસભા સભ્ય મનીષ તિવારીએ કહ્યું કે, આવું તો ક્લબની ચૂંટણીમાં પણ નથી થતું. તેમણે ટ્વિટ કરીને કર્યું કે, મધુસુદન મિસ્ત્રીજીને પુરા સન્માન સાથે પુછવા માગુ છું કે, મતદાર યાદીને સાર્વજનિક રીતે જાહેર કર્યા વિના નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી કેવી રીતે થઈ શકે ? નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણીના આધાર પર જ પ્રતિનિધિઓના નામ અને સરનામા કોંગ્રેસની વેબસાઈટ પર પારદર્શી રીતે પ્રકાશિત થવા જોઈએ.
1/4 entire list of electors on @INCIndia website. How can someone consider running if he/ she does not know who electors are If someone has to file his/her nomination & gets it proposed by 10 Congressperson’s as is requirement CEA can reject it saying they are not valid electors
— Manish Tewari (@ManishTewari) August 31, 2022
કોંગ્રેસના જી 23 ગ્રુપમાં સામેલ રહેલા તિવારીએ કહ્યું કે, આ 28 પ્રદેશ કોંગ્રેસ કમિટિ અને આઠ ક્ષેત્રિય કોંગ્રેસ કમિટિની ચૂંટણી નથી. કોઈ શા માટે પીસીસી કાર્યલાય જઈને જોવે કે કોણ પ્રતિનિધિ છે ? સન્માન સાથે કહેવા માગુ છું કે, આવું તો ક્લબની ચૂંટણીમાં પણ નથી હોતું. તેમણે કહ્યું કે, હું મિસ્ત્રીજીને આગ્રહ કરુ છું કે, નિષ્પક્ષતા અને પારદર્શિતા માટે આ યાદી જાહેર કરવામાં આવે.