સંસદના વિશેષ સત્ર દરમિયાન આજે ત્રીજા દિવસે કાર્યવાહી થઇ રહી છે, જો કે આ પહેલા લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ નવી સંસદમાં મળેલી બંધારણની નકલ પર સવાલ ઉઠાવ્યા છે.
તેમણે કહ્યું કે આ બંધારણમાં સોશીયાલીસ્ટ સેકયુલર શબ્દ નથી.તેમણે એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, બંધારણની નવી નકલો જે અમને 19 સપ્ટેમ્બરે આપવામાં આવી હતી, અમે તેને હાથમાં લઈને નવા સંસદ ભવનમાં પ્રવેશ્યા. તેની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી સેકયુલર’ શબ્દ નથી. અમે જાણીએ છીએ કે આ શબ્દો 1976માં સુધારા પછી ઉમેરવામાં આવ્યા હતા, પરંતુ જો આજે કોઈ આપણને બંધારણ આપે છે અને આ શબ્દો ત્યાં નથી, તો તે ચિંતાનો વિષય છે. કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું, તેમના ઈરાદા શંકાસ્પદ છે. આ કામ ખૂબ જ ચતુરાઈથી કરવામાં આવ્યું છે. આ મારા માટે ચિંતાનો વિષય છે. મેં આ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યેા પરંતુ મને તક મળી નહીં.
- Advertisement -
#WATCH | Leader of Congress in Lok Sabha, Adhir Ranjan Chowdhury says, "The new copies of the Constitution that were given to us today (19th September), the one we held in our hands and entered (the new Parliament building), its Preamble doesn't have the words 'socialist… pic.twitter.com/NhvBLp7Ufi
— ANI (@ANI) September 20, 2023
- Advertisement -
નવા સંસદ ભવનમાં લોકસભાની કાર્યવાહી મહિલા અનામત બિલ સાથે થઈ. આ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ બિલ હવે નારી શકિત વંદન એકટ તરીકે ઓળખાશે. આ પછી યારે વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી બોલવા માટે ઉભા થયા તો તેમણે કહ્યું કે આ બિલ કોંગ્રેસની સરકાર વખતે રજૂ કરવામાં આવ્યું હતું, તો શાસક પક્ષના સાંસદોએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો અને વાદ વિવાદ શ થયો હતો. ત્યારપછી અધીર રંજન ચૌધરીએ પીએમ મોદીને કહ્યું કે તેમના(સાંસદો) વર્તન પરથી ખબર પડે છે કે ગૃહમાં દરેક વ્યકિતના શું વિચારો છે. જરા આ લોકોને જુઓ, તેઓ તમારી વાતને પણ માન આપતા નથી. આ પ્રકારનું વર્તન વડાપ્રધાનનું સીધું અપમાન છે.