– વિશ્વના સૌથી ઠીંગુજી વ્યક્તિ છે ઇરાનના અફેશિનના, તેની ઊંચાઈ ફક્ત બે ફૂટ અને એક ઇંચ છે
વીસ વર્ષના યુવાનને વિશ્વની સૌથી ઓછી ઊંચાઈવાળી વ્યક્તિનું ટાઇટલ આપવામાં આવ્યું છે. અફશિન ઇસ્માઇલ ઘાદેરજાદેહએ વિશ્વના સૌથી ઊંચાઇવાળી વ્યક્તિ બનવાનો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. તેની ઊંચાઈ ફક્ત બે ફૂટ અને એક ઇંચ છે અને વજન 6.5 કિલોગ્રામ છે. આ ઇરાની યુવાનનું શરીર એકદમ નબળું હોવાથી તે મોબાઇલ પણ ઉપાડી શકતો નથી. તેનો જન્મ થયો ત્યારે તેનું વજન 700 ગ્રામનું હતું. તે ઇરાનના અઝરબૈજાન પ્રાંતના બુકાન પરગણાનો રહેવાસી છે.
- Advertisement -
તેણે જણાવ્યું હતું કે ગિનીઝ બુક ઓફ રેકોર્ડમાં તેને તેનું નામ આવવાની આશા હતી જ. તેને આશા છે કે લોકોની મદદથી તે તેના બધા સ્વપ્ના પૂરા કરી શકશે. તેણે કોલંબિયાના 2.7 ઇંચના 36 કિલોગ્રામ વજનના એડવર્ડ નિનો હર્નાન્ડેઝનો રેકોર્ડ તોડયો છે. તેણે કહ્યું હતું કે શારીરિક નબળાઈના લીધે તે સ્કૂલે પણ જઈ શક્યો નથી. મોબાઇલ ફોન પણ તેના શરીરના પ્રમાણમાં ભારે મનાતો હોવાથી તે મોબાઇલ પણ ઉચકી શકતો નથી. તેના પિતાનું કહેવું છે કે શારીરિક રીતે નબળા રહેવાના લીધે તેનો પુત્ર ભણી શક્યો નથી. તે માનસિક રીતે પૂર્ણપણે સ્વસ્થ છે. તેણે છેક હવે તેનું નામ લખવાનું શીખ્યું છે.
તેને ત્રણ વર્ષના બાળકના કપડા પહેરાવાય છે. તેનો મોટાભાગનો સમય કાર્ટૂન જોવામાં જાય છે. તેનું પ્રિય કાર્ટૂન ટોમ એન્ડ જેરી છે. તેને વિશ્વની સૌથી ઠીંગણી વ્યક્તિનું ગિનીઝ ટાઇટલ મળતા તેણે આનંદ વ્યક્ત કર્યો. તેણે કહ્યું કે સિલિબ્રિટી તરીકે તે આગામી સફરનો આનંદ ઉઠાવવા તૈયાર છે. તે બુર્જ ખલીફા જવા માંગે છે.