કોરોના રોગચાળા ની મહામારી સામે સંઘર્ષ કરી રહેલા સમાજને કોરોના થી મુક્ત કરવા માટે સમાજનો દરેક વર્ગ જુદા જુદા પ્રયાસો કરી રહ્યો છે, ત્યારે ગાંધીધામની અંજલિ સિંઘ દ્વારા સંચાલિત મુસ્કુરાહટ પ્રોજેક્ટ દ્વારા કોરોના કાળમાં કોરોના સામે લડવા મફત માસ્ક વિતરણ થકી લોકજાગૃતિ જ લાવવાનું કાર્ય કરાયું હતું હજી પણ લોકોની વિના મુલ્યે સેવા કરવામાં આવી રહી છે ત્યારે અંજલિ સિંઘ સંચાલિત “મુસ્કુરહટ ” સંસ્થાના સેવા કાર્યને એક વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ થતા આગામી સમયમાં ત્રીજી લહેરમાં બાળકો પર કોરોના નો ચેપ લાગવાનો સૌથી મોટો ભય સતાવી રહ્યો છે ત્યારે બાળકોના વાલીઓ માં અને બાળકોમાં કોરોના સામે લાડવા શું કાળજી લેવી અને હવે અભ્યાસ કેવી રીતે કરવો તેની સમજ આપવામાં આવી હતી છેલા ઘણાં સમયથી મધ્યમવર્ગ ના બાળકો જે પૂરતું શિક્ષણ મેળવવા થી વંચિત રહી ગયા છે તેવા ગાંધીધામના ઓસ્લોમાં હનુમાન મંદિર (રામરોટી) માં 100 જેટલા બાળકોને એકત્રિત કરીને વડા પ્રધાનના ઉદ્દેશ “પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા ” અને તેમનું સ્વપ્ન “સ્વસ્થ ભારત ની અનુભૂતિ થતાં બાળકોને કોરોનાથી કેવી રીતે બચવું અને અભ્યાસ કરવાનું શીખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ગાંધીધામ નગરપાલિકા ના પ્રમુખ મતિ ઇશિતા તિલવાણી તેમજ સમાજ સેવક મોહનભાઈ ધારશી, હિના ઇસરાણી, મુસ્કાન ઇસરાણી, દીપ ભરતીયા, નીતા મહેતા,તથા સ્મિતા સીંગ વગેરેની ઉપસ્થિતિમાં 100 બાળકોને નોટબુક અને સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે “મુસકુરહટ “દ્વારા કોરોના સે લડાઈ મુસ્કુરાહટ સે પઢાઈ નું સ્લોગન આપવામાં આવ્યું હતું આ અગાઉ ફેશન ડિઝાઇન નો અભ્યાસ કરતી અને મુસ્કુરાહટ પ્રોજેક્ટ થકી લોકોની મફત સેવા કરતી યુવતી અંજલીસિંઘે ઉનાળામાં પક્ષીઓ માટે પાણીના કુંડા, પક્ષી ઘર, ફૂલ ઝાડ વાવવા માટેના કુંડા તેમજ કોરોના કાળમાં જરૂરિયાતમંદ લોકોને રોજગારી તેમજ બનાસકાંઠા, વડોદરામાં સહીત ગાંધીધામ માં પર્યાવરણ જાળવણી માટે વૃક્ષારોપણ ની સરાહનીય કામગીરી કરી હતી. આ કામગીરીની નોંધ લઇ કચ્છ ના સાંસદ વિનોદ ચાવડા, ગાંધીધામ નગરપાલિકા, જિલ્લા પોલીસ, કસ્ટમ કમિશનર તેમજ અન્ય લોકો દ્વારા મુસ્કુરાહટ સંસ્થાની અંજલિ સિંઘ નું સન્માન કરવામાં આવ્યું હતું