ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા તાલુકા રામાનંદી સાધુ સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજીત તૃતીય સમૂહ લગ્નનું રાજુલા તાલુકાના રામપરા-2 ગામે આવેલ વૃંદાવન બાગ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નનોત્સવ 21 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં. અને પધારેલા સંતો-મહંતોએ નવ દંપતીઓએ આશીર્વચન પાઠવ્યા હતાં. ખાસ કરીને દાતાઓના સહયોગથી ક્ધયાઓને 60 થી વધારે કરીયાવારમા વસ્તુઓ અર્પણ કરવામાં આવી હતી. અને લગ્ન વિધી મૂખ્ય આચાર્ય મનસુખદાદા રાભડાવાળા કરાવવામાં આવી હતી. આ લગ્ન પ્રસંગના મુખ્ય દાતા સ્વ. શારદાબેન પરમાનંદભાઇ નિમબાર્ક પરીવાર અમદાવાદ તથા દિપકભાઇ પરમાનંદભાઇ નિમબાર્ક તેમજ મહા પ્રસાદના દાતાશ્રી પ.પૂ. મહંતશ્રી નિર્મોહી અખાડા 1008 રાજેન્દ્રદાસ બાપુ રામપરા વૃંદાવન બાગ હતાં. રાજુલા તાલુકા રામાનંદી સાધુ સમાજ ટ્રસ્ટ દ્વારા સુંદર સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન લોક સાહિત્યકાર શૈલેષભાઇ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું. આ સમૂહ લગ્ન પ્રસંગે રામ કથાકાર પ.પૂ મોરારીબાપુ, માનવ મંદિર આશ્રમના મહંત શ્રી ભક્તિરામ બાપુ, પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર, લાલાભાઇ વાઘ(ગોલ્ડન કિંગ), અમરદાસ બાપુ, સંતો-મહંતો, રાજકીય-સામાજીક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
રાજુલાના રામપરા-2 ગામે તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો
