સરકારી આયુર્વેદિક હોસ્પિટલ મોરબી અને યુવા શક્તિ ફાઉન્ડેશનના સહયોગથી આશરે 60 લોકોને નિદાન અને સારવાર
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
મોરબીના વાઘપરા સ્થિત સથવારા સમાજની વાડીમાં ત્રીજી હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કેમ્પમાં સરકારી આયુર્વેદિક હોસ્પિટલ મોરબીના હોમિયોપેથિક મેડિકલ ઓફિસર ડો. રાધિકાબેન મહેતા તેમજ સ્ટાફ કોમલબેન અને પ્રદીપભાઈએ સેવા આપી. આ નિદાન કેમ્પમાં આશરે 60થી વધુ લોકોએ લાભ લીધો. કેમ્પની સફળતા માટે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ મોરબી અને યુવા શક્તિ ફાઉન્ડેશનના સભ્યોએ જહેમત ઉઠાવી, તેવું આયોજકો દ્વારા જણાવાયું.