ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ ના મવડી ના અંબાજી રેસીડેન્સી, કૃષ્ણ રેસીડેન્સીમાં છેલ્લા એક મહિના થી દરોરોજ 2 કે 3 દિવસે ચોરો પગ પેસારો કરી છે , બુકાનીધારી આ ગેંગ દારોરોજ રાત્રે 2 વાગ્યે આસપાસ આવે છે અને બંધ મકાન ના તાડા તોડે છે તો દિવસે પણ ચોરી કરવા પગ પેસારો કરે છે સાથે આ ચોરો ની ટોળકી હાથ માં મોટા છરા અને ધારિયા લઇ ને રખડે છે જેથી કરી ને આસપાસ ના રહીશો રાત્રે જાગી ને ચોરો ને ગોત્વાનું કામ કરે છે, જે કામપોલીસ ને કરવાનું હોઈ એ કામ રહીશો કરી રહ્યા છે અને તાલુકા પોલીસ સ્ટેશન માં રહીશો એ જાણ કરવા છતાં પોલીસ ની કોઈ કાર્યવાહી નથી અને ગત રાતે પણ 3 વાગ્યે ફરી થી ચોરો એ આ વિસ્તાર માં પગ પેસારો કર્યો હતો, સાથે મવડી વિસ્તાર ની બાપા સીતારામચોક પાસે આવારા તત્વો પડ્યા પાથર્યા રહે છે અને રાત્રે અનિચ્છનીય બનાવ બને છે એમ બાપા સીતારામ ચોક ની જ સોસાયટી ગ્રીન પાર્ક માં ધોળા દિવસે એક ચોર મંદિર ની પેટી ચોરી ને જતો રહ્યો હતો આ વિસ્તાર માં જાગૃત નાગરિક અને નગરસેવક હોવા છતાં કોઈ એ ફરિયાદ સુધા પણ નોંધાવી ન હતી.