ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.9
ટંકારા શહેરમા મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્થાપિત વેદ ધર્મ પર પ્રકાશ પાડી વેદ વિચારો અને વૈદિક જ્ઞાન પિરસતા આર્યસમાજ સંસ્થા ડેમી નદી ના કાંઠે ધમધમે છે. નદી કાંઠે મહા વિધાલય આવેલ હોવાથી નદી તરફના ઘાટ ને ફરતે દિવાલ પર લોખંડ ની તોતિંગ જાળી (ગ્રીલ) થી બાંધી વર્ષોથી સુરક્ષિત કરી રાખવામા આવી હતી. ગુરૂવારે બપોરે કોઈ હરામખોર તસ્કરો તડકા અને ગરમી ના કારણે ઋષિમુનિઓ થી ધમધમતા આર્યસમાજ મા પ્રવેશી લોખંડ ની ગ્રીલ ઉખેડી ચોરી જતા કચવાટ ની લાગણી સાથે લોકો હરામખોરો ધાર્મિક સ્થળો ને છોડતા ન હોવાનો રોષ વ્યક્ત કરી રહ્યા હતા. જોકે, ટ્રસ્ટ દ્વારા પોલીસ ને જાણ કરતા પોલીસે એફ આઈઆર નોંધવા ને બદલે અરજી લઈ તપાસ હાથ ધરી હતી.
ટંકારા શહેર ની મધ્યે 1959 મા રાજમહેલ ખરીદ કર્યા બાદ અહીંયા મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્થાપિત વૈદિક ધર્મ ની આહલેક જગાવતી વિશાળ જગ્યામા આર્ય ગુરૂકુળ મહાવિધાલય ધમધમે છે. ડેમી નદી ના કાંઠે આર્યસમાજ સ્મારક ભવન આવેલ હોવાથી રજવાડા વખતથી અહીંયા નદીના કાંઠા ફરતે દિવાલ ઉપર લોખંડ ની તોતિંગ જાળી (ગ્રીલ) બાંધી નદી કાંઠો અને આર્યસમાજ ને સુરક્ષિત કરાયા છે. ગુરૂવારે બપોર ટાંણે ઉનાળાની સિઝન હોવાથી ગુરૂકુળ મા ભણતા ઋષિકુમારો અને આર્યસમાજના સંચાલકોની વિશાળ જગ્યામા ચહલપહલ નહીવત હોવાથી એ તક નો લાભ લઈ કોઈ હરામખોરો સંસ્થા ના મુખ્ય બે પ્રવેશદ્વાર હોય એમાથી એક દ્રાર થી પ્રવેશી નદી ના ઘાટ પર ઉભેલી આડસ રૂપી લોખંડ ની તોતિંગ ગ્રીલ ઉખેડી કાઢી ચોરી કરી ગયા હતા.વેદ અને વૈદિક ધર્મ ની જગત મા આહલેક જગાવતા આર્યસમાજ સંસ્થા મા પ્રવેશી ચોરી કરનારા નફ્ફટ હરામખોરો ધાર્મિક સ્થળો ને પણ છોડતા ન હોવાથી લોકો એ ફિટકાર વરસાવી રોષ વ્યક્ત કર્યો હતો. ધોરા દિવસે શહેરની મધ્યે ચોરી થતા આર્યસમાજ ના સંચાલકો પોલીસ થાણે પહોંચતા પોલીસે તપાસ હાથ ધરી હતી.